ઉનામાં દરિયાકાંઠે ચાલતા કૂટણખાના પર જનતા રેડ, કઢંગી હાલતમાં પકડાયા

0
21

ઊના,તા.૩૦
ઉનાનાં દરીયાકાંઠે કોબ ગામે મરઘા ઉછેર કેન્દ્રની બાજુમાં ચીખલી રોડ પર આવેલા મધરા વિસ્તારમાં રહેતી મરીયમબેન સફીભાઇ મન્સુરી નામની મહિલાના રહેણાંક મકાનમાં બહારથી સ્ત્રીઓ અને ગ્રાહકોને બોલાવી કુટણખાનું ચલાવાતું હોય વિરમાંધાતા ગ્રુપનાં નેજા હેઠળ ૬૦થી વધુ લોકોએ જનતા રેડ કરી હતી. અને બાદમાં વેરાવળ ડીવાયએસપી અને સ્ટાફને બોલાવ્યો હતો. રેડ દરમ્યાન મકાનમાંથી એક પુરૂષ અને એક સ્ત્રી અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યા હતા. પોલીસની પુછપરછમાં પુરૂષ રાજુ દેવાયત જાખોત્રા (ઉ. ૩૦, રે. ભાડાસી તા. ઉના) અને મહિલાનું નામ ઝહનારા રફીકુર સદર (ઉ. ૨૭, રે. દિનસીંગ છરોદર, કોલકાતા) હોવાનું માલુમ પડ્યું હતું. કૂટણખાનું ચલાવતી મહિલાનું નામ મરીયમબેન મન્સુરી (રે. કોબ) હોવાનું બહાર આવ્યું છે. આથી પોલીસે બંને મહિલા અને પુરૂષ સામે કાર્યવાહી હાથ ધરી છે.
અમારા ગામના વિરમાધાતા ગૃપ દ્રારા ૫૦ થી ૬૦ વ્યક્તિઓ દ્રારા જનતા રેડ પાડવામાં આવી હતી. અને પોલીસને બોલાવવામાં આવેલ ત્યારે દીવ વણાંકબારા વિસ્તારના બે શખ્સો નાશી છુટ્યા હતા. આ કુટણખાનું ૧૧ થી ૧૨ વર્ષથી ચાલતુ હતું.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY