જવાબી હુમલામાં તાલિબાનના ૨૫ ફાઇટર્સ માર્યા ગયા અફઘાનિસ્તાનમાં સરકારી સંસ્થા પર તાલિબાનનો હુમલો ઃ ૧૮ના મોત

0
14

કાબૂલ,તા.૧૨
મધ્ય અફઘાનિસ્તાનના ખુજા ઓમારી જિલ્લામાં એક સરકારી સંસ્થા પર બુધવારે રાત્રે તાલિબાની છોકરાઓએ હુમલો કરી દીધો હતો, જેમાં ૩ અધિકારીઓ અને ૧૫ સુરક્ષા કર્મચારીઓના મૃત્યુ થયા છે. ગજની પ્રાંતના નાયબ પોલીસ વડા રમજાન અલી મોસેનીએ ગુરુવારે જણાવ્યું કે હુમલાખોરોએ ગત રાત્રે જિલ્લાના એક હાઇ સિક્યોરિટી ધરાવતા પરિસરમાં હુમલો કરી દીધો છે. સુરક્ષા ટીમે તેમને જડબાતોડ જવાબ આપી દીધો છે. તેમણે જણાવ્યું કે જવાબી હુમલામાં તાલિબાનના ૨૫ ફાઇટર્સ માર્યા ગયા છે. અફઘાનિસ્તાનના સાંસદ મોહમ્મદ આરિફ રહમાનીએ જણાવ્યું કે હુમલામાં જિલ્લાના ગર્વનર, ઇન્ટેલિજન્સ સેવાઓના નિર્દેશક અને નાયબ પોલીસ વડા પણ માર્યા ગયા છે.
હુમલામાં ૧૫ સુરક્ષા કર્મચારીઓ પણ માર્યા ગયા છે. રહમાનીએ જણાવ્યું કે હુમલાખોરોએ લેન્ડમાઇન્સથી હુમલો કર્યો હતો જેથી સરકારી ફોર્સને ઘટના સ્થળે પહોંચવાથી રોકી શકાય. મોસેનીએ જણાવ્યું કે જા કે સરકારી મદદ મળી ગઇ હતી. જેમાં ૮ સુરક્ષા કર્મચારીઓને ઇજા થવા પામી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY