મુંબઈ,તા.૧
કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શનમાં રાતે અચાનક આગ લાગી ગઈ. જેના કારણે ભારે નુકસાન થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ પ્રોડક્શન હાઉસ ગોરેગાંવ, મુંબઈ ખાતે આવેલ છે. રિપોર્ટ મુજબ ૩૦ એપ્રિલની રાતે લગભગ અઢી કલાકે ધર્મા પ્રોડક્શન હાઉસના ગોડાઉનમાં આગી ભડકી ઉઠી. જેમાં કેટલીક મહત્વની બુક્સ, કોસ્ચ્યુમ, પ્રોપ બધુ બળીને ખાક થયું હોવાની આશંકા છે.
મીડિયા રિપોર્ટ મુજબ સૌથી પહેલા ધર્મા પ્રોડક્શનના ગોડાઉનમાં આગ લાગી અને ત્યાર બાદ ત્રીજા માળ સુધી આગ ઝડપથી ફેલાઈ ગઈ. આ ઘટનાની ખબર મળતા ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી અને આગ પર કાબૂ મેળવવાનો પૂરજાશ પ્રયત્ન કર્યો. ઘટનાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સૂત્રો મુજબ ગોડાઉનમાં ધર્મા પ્રોડક્શનની જૂની અને અપકમિંગ ફિલ્મોના કોસ્ચ્યુમ સ્ટોર કરેલા હતા. પરંતુ આગ લાગવાના કારણે તેઓ બળીને ખાક થયા છે. ઉપરાંત એવી સંભાવના છે કે આવનારી ફિલ્મોથી સંબંધી કેટલીક મહત્વની વસ્તુઓનું પણ નુકસાન થયું છે. જાકે અત્યાર સુધી આગના કારણે કેટલું નુકસાન થયું છે તે વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





