ભોપાલ,
મધ્યપ્રદેશના જબલપુરમાં ક્રાઇમની દુનિયાના એકદમ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિલાએ પતિનું પ્રાઇવેટ પાર્ટ કાપવા માટે સોપારી આપી અને બાદમાં તેની હત્યા કરાવી દીધી. એસપી શશિકાંત શુકલાના મતે ડાકટરની હત્યાનું ષડયંત્ર તેમની પત્ની આયશાએ ચાર લોકોની સાથે મળી કર્યું હતું. જા કે ડા. શુકલાના પત્નીએ પોતાના બચાવમાં બીજી કેટલીક દલીલો કરી છે.
પત્નીએ આરોપ મૂકયો કે તેના પતિ રંગીનમિજાજના હતા અને કેટલીય સ્ત્રીઓ સાથે તેના સંબંધ અંગેની જાણ તો ઠીક પરંતુ તેના પતિની પોતાની દીકરી પર જ ખરાબ નજર હોવાની જાણ થતા તે માત્ર પ્રાઇવેટ પાર્ટ જ કાપી નાંખવા માંગતી હતી. તેના માટે તેણે સોપારી આપી હતી. પરંતુ તેના માટે જે લોકોની તેની મદદ લીધી, તેમણે ડાકટરની હત્યા જ કરી નાંખી.
પોલીસના મતે આયશાએ આ ગુનાને અંજામ આપવા માટે પોતાની ભત્રીજી નંદિની વિશ્વકર્મા પાસેથી પ્રોફેશનલ ક્રિમિનલની મદદ લેવા માટે કહ્યુ તેના માટે આયાશાએ નંદિનીને પાંચ લાખ રૂપિયા આપવાનું વચન પણ આપ્યું હતું. આયશા, નંદિની, અને રાજેન્દ્રને અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે, જ્યારે પવન અને ધીરજની શોધ ચાલી રહી છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






