પ્યોંગયોંગ,તા.૧૨
ઉત્તર કોરિયાની શક્તિહીન સંસદ તરફથી તેના શાસકની નીતિઓને મજૂરી આપવામાં માટે આયોજિત સત્રમાં કિમ જાંગ-ઉન ગેરહાજર રહ્યાં છે. સરકારી મીડિયામાં આવેલ ફોટોમાં તેમની બેઠક ખાલી દેખાય છે. સંભાવના છે કે એપ્રિલ અને મે માસમાં દક્ષિણ કોરિયા તથા અમેરિકાના રાષ્ટપતિની સાથે કિમની મુલાકાત થવાની છે.
દક્ષિણ કોરિયાના મિનિસ્ટ્રી ઓફ ઇન્ટીગ્રેશન મુજબ, છ વર્ષ અગાઉ પક્ષના સર્વોચ્ચ નેતા બન્યા પછી કિમ સંસદ (સુપ્રીમ પીપલ્સ એસેમ્બલી)ના ૮માંથી ૬ સત્રોમાં હાજર રહ્યાં હતા. પરંતુ એવું લાગી રÌšં છે કે કિમ હાલના સત્રમાં ભાગ નથી લઇ રહ્યાં કેમકે દેશની સરકાર સંવાદ સમિતિ કેસીએનએને ગુરુવારની બેઠકના સમાચારોમાં તેમની હાજરીનો ઉલ્લેખ કર્યો ન હતો.
ઉત્તર કોરિયાના સરકારી અખબારમાં આવેલ તસવીરોમાં પણ પ્યોંગયાંગના માન્સુએદ એસેમ્બેલી હોલમાં કિમની બેઠક ખાલી દેખાય રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







