બેરિયા,
તા.૧૩/૪/૨૦૧૮
ઉન્નાવ ગેંગરેપ મુદ્દે ભાજપ ધારાસભ્યને રાષ્ટ્રીય મહિલા પંચને નોટિસ ફટકારી
ઉત્તરપ્રદેશની બેરિયા વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહના વિવાદીત વેણ થંભવાનું નામ લઈ રહ્યા નથી. ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહનું કહેવું છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી ભગવાન વિરુદ્ધ ઈસ્લામ હશે. મહત્વપૂર્ણ છે કે સુરેન્દ્ર સિંહ ઉન્નાવ ગેંગરેપ કેસમાં આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરનો બચાવ કરી ચુક્યા છે અને આના સંદર્ભે બેરિયા બેઠક પરથી ભાજપના ધારાસભ્યને રાષ્ટીય મહિલા પંચે નોટિસ પણ ફટકારી છે.
બોલવાનું માપ રાખવામાં રાજનેતાઓ અવાર-નવાર મર્યાદા ચુકતા હોય છે અને આવી જ એક હરકત બલિયામાં આયોજિત ભાજપના ઉપવાસ કાર્યક્રમમાં પાર્ટીના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે કરી છે. વિપક્ષને રાષ્ટવિરોધી ગણાવતા સુરેન્દ્રસિંહે કહ્યું હતુ કે વિપક્ષમાંથી કોઈનો આકા ઈસ્લામમાં છે. તો કોઈનો ઈટાલીમાં વસે છે અને ૨૦૧૯ની ચૂંટણી ઈસ્લામ વિરુદ્ધ ભગવાનની બનવા જઈ રહી છે. તેથી ભારતના લોકોએ નિર્ણય કરવાનો છે કે ઈસ્લામ જીતશે અથવા ભગવાન જીતશે.
ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની જેમ જ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમના માતા સોનિયા ગાંધીના ઈટાલિયન મૂળ પર કટાક્ષ કર્યો હતો. સુરેન્દ્રસિંહે કહ્યું છે કે રાહુલ ગાંધીને ભારત સાથે ઓછો અને ઈટાલી સાથે વધુ લગાવ છે.
માયાવતીના સાચા ભાઈ ભાજપમાં હોવાનું જણાવીને ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે કહ્યું છેકે જરૂરત પડશે તો માયાવતીને ફરીથી જ ભાજપ જ બચાવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







