ચંદ્ર પર પહેલીવાર ચીન જીવનની શક્યતાઓને શોધવા માટે યાન મોકલશે

0
10

બેઈજિંગ,
તા.૧૪/૪/૨૦૧૮

બટાકાની ખેતી કરવા ચીન પહોંચશે ચાંદ પર..!!

ચંદ્ર પર પહેલીવાર ચીન જીવનની શક્્યતાઓને શોધવા માટે એક યાન મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ વર્ષના અંત સુધીમાં ‘ચાંગ ઇ -૪ લાન યાન’ સાથે ત્યાં બટાટા, ફૂલોના બીજ અને રેશમના ઈંડાણુ મોકલશે.

ચીનના આ યાન સાથે નેધરલેન્ડ, સ્વીડન, જર્મની અને સાઉદી અરબના વૈજ્ઞાનિક પેલોડ પણ ત્યાં જશે. ‘લૂનાર મિની-બાયોસ્ફેયર’ ની યોજના ૨૮ ચીની યુનિવર્સિટીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તે ચીનની દક્ષિણપશ્ચિમ યુનિવર્સિટીની આગેવાની હેઠળ છે.

મળતી માહિતી મુજબ આ નળાકાર ટિનમાં ચાઇના ફૂલો, બટાકા અને અન્ય કેટલીક વસ્તુઓ મોકલવામાં આવશે. તે ૧૮ સે.મી. લાંબુ અને તેનો વ્યાસ ૧૬ સે.મી. છે. આ ટીન વિશિષ્ટ એલ્યુમિનિયમ ધાતુઓથી બનેલ છે. તેમાં પાણી, પોષક તત્વો, વાયુ, નાના કેમેરા અને ડેટા ટ્રાન્સમિશન સિસ્ટમ પણ હશે.

નિષ્ણાતોનું માનવું છે કે, આ બીજ ચંદ્ર પર વિકસિત થશે, અને આ પ્રક્રિયાને કેમેરામાં કેદ કરી પૃથ્વી પર પ્રસારિત કરી શકાશે. તમને જણાવી દઈએ કે, આંતરરાષ્ટીય અવકાશ કેન્દ્રમાં છોડ આ અગાઉ પણ ઉગાડવામાં આવ્યાહતા, પરંતુ ચંદ્ર પર આવું કરવાનો આ પ્રથમ પ્રયાસ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY