ચિપ્સ, બર્ગર, પીઝા, કોલ્ડ્રિંક્સની જાહેરાતો ઉ૫ર પ્રતિબંધ મૂકો

0
179

ન્યુ દિલ્હી,
તા.૧૪/૪/૨૦૧૮

FSSAI દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત કરી

દેશમાં શેરીએ શેરીએ વેંચાઇ રહેલા જંક ફૂડથી બાળકોના આરોગ્ય ઉ૫ર ગંભીર માઠી અસર ૫હોંચી રહી છે. આવા ફૂડમાં ખાંડ અને સોલ્ટનું પ્રમાણ વધારે હોય છે. ત્યારે આવી વસ્તુઓની જાહેરાતો ઉ૫ર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત FSSAI દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવી છે. જા કે આવી વસ્તુઓનું ઉત્પાદન જ બંધ કરાવી દેવાના બદલે ફક્ત કહેવાતા ૫ગલા લઇને માની લેવાતો સંતોષ કેવો અસરકારક રહે છે ? તે આગામી સમય જ બતાવશે.

FSSAIનુ કહેવુ છે કે આલૂ ચિપ્સ,આચાર અને બધાજ પ્રકારના રેડી-ટૂ-ફૂડમાં ખાંડ અને સોલ્ટનુ પ્રમાણ વધારે માત્રામાં હોય છે. જેની બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેમજ આ બધી વસ્તુની જાહેરાત જાઈને સૌથી વધુ બાળકો પ્રભાવિત થાય છે. જા સરકાર આ દરખાસ્તને માની લે તો સૌથી વધુ ખરાબ અસર તે કંપનીઓ પર પડશે જે ચિપ્સ, બર્ગર. પીઝા, કોલ્ડ ડ્રિંક વગેરેની જાહેરાતો આપે છે. આ કંપનીઓમાં કોકા કોલા, પેપ્સી, મેકડોનાલ્ડ, બર્ગર કિંગ, પીઝા હટ, ડોમિનોઝ, નેસ્લે, હિંદુસ્તાન યુનિલીવરનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત માહિતિ અનુસાર બાળકોને જંક ફૂડથી થઈ રહેલ નુકસાનને બચાવવા માટે ૯ મોટી કંપનીઓએ નિર્ણય કર્યો છે કે તે પોતાની જાહેરત કાર્ટુન ચેનલ પર નહી બતાવે. બાળકો સૌથી વધુ કાર્ટન ચેનલ જાવે છે અને જાહેરાત તેના મન પર ઉંડી અસર કરે છે. જંક ફૂડના કારણે બાળકોથી લાઈને યુવાનોને ઘણી બીમારીઓ થઈ રહી છે. એક સર્વે અનુસાર જંક ફૂડ ખાવાથી ડિપ્રેશનની સમસ્યા ઉભી થતી હોવાનુ સામે આવ્યુ હતુ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY