લૂણા દણસોલી પર ફરી એકવાર દિપડાએ દેખા દીધી

0
317

પ્રાપ્ત વિગતોનુસાર લુણા દણસોલી રોડ પર દીપડાએ ફરી એકવાર બકરી નું મારણ કર્યું હતું.
છાશવારે છોટાઉદેપુર જિલ્લામાં તેમજ પૂર્વપટ્ટીના આવેલા જિલ્લાઓમાં જેમકે નર્મદા આસપાસ વાલિયા તાલુકામાં તુણા ગામેપણ દીપડા એ વાછરડીનું મારણ કર્યું હતું.
[લુણા ડણસોલી રોડ પર જયપાલસિંહ માંગરોળના ખેતર પાસે આદિવાસીઓના બકરા ચરતા હતા જ્યાં શેરડીના ખેતરમાંથી અચાનક દીપડાએ બકરા પર હુમલો કરતાં બકરૂ મરણ ગયેલ છે લોકો હો હા થતાં બકરું છોડી દિપડો શેરડીના ખેતરમાં પાછો ભરાઈ ગયો હતો થોડીવાર પછી દીપડો બકરાના ખેંચવા બહાર નીકળ્યો જ્યારે લીમડા પર બેઠેલા આદિવાસીઓ પાછો હોવા કરતાં દીપડો શેરડીમાં ભરાઇ જતાં બકરું એ લઈ જવા પામ્યો નથી લોકોની માંગ છે કે વનવિભાગ દ્વારા તાત્કાલિક પીંજરાની વ્યવસ્થા કરી દિપડો પકડાઈ જાય એવી વનવિભાગ દ્વારા વ્યવસ્થા કરવી જોઈએ જેથી આદિવાસી તથા લોકો પર હુમલો ન થાય અને આ વિસ્તારના લોકોને જાનમાલનું નુકસાન ન થાય તેવી આશા સેવી રહ્યા છે (પ્રતિનિધિ જંગ એ ગુજરાત દિલીપસિહ મહીડા.)]

આ બાબતે પ્રજાની અંદર વન] વિભાગ ઉપર ભારે રોષની લાગણી જોવા મળે છે. ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ફક્ત લાકડાચોરો નું ધ્યાન રાખી નોકરી પૂરી થયાનો સંતોષ માને છે ત્યારે ગુજરાત સરકારની પ્રથમ જવાબદારી બને છે કે જંગલ વિસ્તારમાંથી દિપડા જેવા પ્રાણીઓ માનવવસ્તી તરફ આવવાનું કારણ શું છે? વખતોવખત રજૂઆત થતાં પણ કહેવાય છે કે દીપડા પકડવાના પાંજરા મૂકવામાં પણ ઠાગાઠૈયા કરવામાં આવે છે .આવનારા દિવસોમાં વન્ય પ્રાણીઓ બકરી વાછરડા જેવા પ્રાણીઓને બદલે ખેતરમાં કામ કરતા કે લાકડા વીણવા જતા ગરીબ આદિવાસીઓ નું મારાણ ન કરે એ જ જોવાની જવાબદારી સરકાર ની થઈ પડે છે. વનબંધુ કલ્યાણ યોજના મા જુદી-જુદી યોજનાઓ સરકારે કરી છે ત્યારે વન્ય પ્રાણીઓ માટે પણ યોજના ઘડવી જરૂરી થઈ પડે છે, માનવ વસ્તીની જેમ વન્ય પ્રાણીઓમાં પણ વસ્તી વધારો થયો હોવાનું અનુમાન છે ત્યારે વનમાં તેમને મારણ મળીને તેવા આયોજન હરણ સસલા જે-તે જંગલમાં છોડવાની અને તેમની પ્રજાતિ વધારવા ના પ્રયત્નો સરકાર કરે તોજ જંગલના અન્ય પ્રાણીઓ ગામ તરફ આવી ગામના પશુઓનું મારણ કરવાનું બંધ કરે અત્રે પણ ઉલ્લેખનીય છેકે જંગલની અંદર વરસાદના અભાવે ઘાસચારો ઘટી જતાં અને અન્ય ખોરાક ન મળતા બિહાર ની જેમ ગુજરાતમાં પણ નીલગાય અને જંગલી ડુક્કર પણ માનવ વસ્તી તરફ વળ્યા છે ત્યારે ગુજરાત સરકારે ખેતીમાં થતા ને અટકાવવા અને જંગલી ડુક્કર દ્વારા પણ માણસ પર થતા હુમલા ખાળવા જંગલી ડુક્કર અને નીલગાયને જંગલોમાં વિસ્થાપિત કરવી જરૂરી છે જેથી દીપડા જેવા અન્ય પ્રાણીઓને પણ જંગલમાંથી જ મળી રહે અને મારણની વિસંગતતા સંગતમાં પરિવર્તિત ફરી પરિણામે મેળવવા એ પણ સરકારે જોવું રહ્યું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY