સુરતમાં ભેજાબાજનું કારસ્તાન , રૂ.૧૧.૮૦ લાખના બીટકોઈન ઓનલાઈન ટ્રાન્સફર કર્યા

0
94

સુરત,
તા.૭/૩/૨૦૧૮

બીટકોઈનના મામલે ગુજરાતમાં પ્રથમ ગુનો સરથાણા પોલીસ મથકમાં નોંધાયો

બીટકોઈનનો વેપાર ગેરકાયદે હોવા છતાં સુરતના સરથાણા પોલીસ મથકમાં આ અંગે છેતેરપિંડીનો ગુનો નોંધાયો છે. બીટકોઈનના મામલે ગુજરાતમાં પ્રથમ ગુનો સરથાણા પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં સાઇબર ક્રાઈમમાં માસ્ટર ગણાતા કોઈ ભેજાબાજે રૂ. ૧૧.૮૦ લાખના બીટકોઈન ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હોવાનું જણાવ્યું છે. ઇમેઇલ આઈડી હેક કરી ૦.૯૯૯ બીટકોઈન ટ્રાન્સફર કરનારાને શોધવાનું કામ પોલીસ માટે અશક્ય નહીં તો અઘરું તો ખરું જ.

એમ્બ્રોઇડરીનો વ્યવસાય કરતા ઉમેશભાઈ અનુપચંદ જૈન (રહેઃ અવધ વાઇસરોય, સરથાણા નાકા, વરાછા રોડ)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનું બીટકોઈનનું એકાઉન્ટ જીમેલ સાથે કનેક્ટ હતું. જેનો ઇમેલ આઈડી હેક કરી ૧૯-૧૨-૨૦૧૭ ના રોજ કોઈ બેજાબાજે વેપારીના એકાઉન્ટમાંથી રૂ. ૧૧.૮૦ લાખના ૦.૯૯૯ બીટકોઈન બારોબાર ટ્રાન્સફર કરી લીધા હતા. ફરિયાદમાં જણાવ્યું છે કે આઈ.પી. એડ્રેસ ૪૯.૩૪.૧૦૭.૧૮૧, તા. ૧૯-૧૨-૨૦૧૭ સાંજે પાંચ વાગ્યા વીસ મિનિટ અને ૪૫ સેકન્ડે વપરાશ કરનારી વ્યક્તિ અને બીટકોઈન એડ્રેસ મુજબ ટ્રાન્સફર કરનારી વ્યક્તિએ રૂ. ૧૧.૮૦ લાખની છેતરપિંડી કરી છે.

સામાન્ય સંજાગોમાં આ રીતે બીટકોઈનની ઓનલાઇન છેતરપિંડી કરવાનું કામ કપરું છે. તેવા સંજાગોમાં સાઇબર ક્રાઈમમાં પણ જેની સૌથી વધુ માસ્ટરી છે તેવા ભેજાબાજનું આ કારસ્તાન હોવાથી પોલીસ માટે તેના સુધી પહોંચવાનું કામ ખૂબ જ કપરું બની રહેશે એ નક્કી છે. વધુ તપાસ સરથાણાના પોઈ એન.ડી. ચૌધરી કરી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY