સત્તાના નશામાં મોદીએ હિન્દુઓ સાથે વિશ્વાસઘાત કર્યો : તોગડિયા

0
301

અમદાવાદ,
તા.૧૫/૪/૨૦૧૮

ગૌરક્ષકોને ગુંડા કહેનારી સરકાર સામે હિંદુઓના આત્મસન્માન માટે હું ઉપવાસ પર બેસવાનો છું

ત્રિપલ તલાકનો કાયદો બનાવનારી સરકાર રામમંદિરનો કાયદો કેમ નથી બનાવતી,સેના પર પથ્થરમારો કરનારા નિર્દોષ અને ગૌરક્ષકો જેલમાં?

ગુજરાત અને દેશભરમાં વીએચપીમાંથી ૬ હજાર કાર્યકરોના રાજીનામા..!!

પ્રવિણ તોગડિયાએ વિશ્વ હિન્દુ પરિષદને રામ રામ કહી દેતા તેમના સમર્થનમાં વીએચપીના કાર્યકરોના રાજીનામા પડી રહ્યા છે. દેશના છ હજારથી વધુ કાર્યકરો અને હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. દેશના ૫૫ જિલ્લા અને મહાનગરના હોદ્દેદારો તથા સંગઠનના કાર્યકરોએ રાજીનામા આપ્યા છે. અહીં તેમણે જય શ્રી રામના નારા લગાવી આક્રોશ ઠાલવ્યો હતો.

પ્રવીણ તોગડિયાનો ‘પરાજય’ થયો તેના ગણતરીના કલાકોમાં ગુજરાતનામાંથી વિશ્વ હિંદુ પરિષદના સેંકડો હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જિલ્લાના કાર્યાધ્યક્ષ અને પચાસ જેટલા હોદ્દેદારોએ રાજીનામા ધર્યા છે. પાટણ શહેર વીએચપી તેમજ બજરંગ દળના કાર્યકરો અને હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે. સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદના જીલ્લાના તમામ પદાધિકારીઓ તથા જિલ્લાના તમામ પ્રખંડ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. જ્યારે કે હિંમતનગર શહેરમાં ૪૫ કાર્યકરોએ રાજીનામા આપ્યા છે. આ કાર્યકરો પ્રવિણ તોગડિયા સાથે ઉપવાસમાં જાડાશે. આ તરફ ગીર સોમનાથ જીલ્લાના દસેય પ્રખંડોના પ્રમુખોએ પણ રાજીનામા ધર્યા છે.

વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાનાં એકચક્રી સામ્રાજ્યનો શનિવારે અંત આવ્યો હતો. વીએચપીમાં ૫૪ વર્ષ પછી યોજાયેલી ચૂંટણીમાં પ્રવીણ તોગડિયાના વફાદાર ગણાતા રાઘવ રેડ્ડીનો કારમો પરાજય થતાં તોગડિયાએ વિશ્વ હિંદુ પરિષદ સાથેનો નાતો તોડીને તેમાંથી અણઘારી વિદાય લીધી છે, ત્યારે તેમની વિદાય બાદ વીહિપમાંથી રાજીનામાનો દોર શરૂ થયો હતો. બીજા દિવસે VHP કાર્યલાય પર બેઠક યોજાઈ હતી. જેમાં પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું કે, કાલ રાતથી કાર્યકર્તાઓ મારો સંપર્ક કરી રહ્યા છે. મારી સાથે ષડયંત્ર થયું છે. પ્રશ્ન સંસ્થાનો નહીં, કરોડો હિન્દુઓનો છે કે સરકાર રામમંદિર ક્્યારે બનાવશે. રામમંદિર મુદ્દે સરકારે કંઈ જ નથી કર્યું. મને રામમંદિર પર બોલવા ના દેવાયો, પણ હું રામમંદિરનો અવાજ બુલંદ કરીશ.

પ્રવિણ તોગડિયાએ કહ્યું કે, ૧૦૦ કરોડ હિન્દુઓનો અવાજ દબાવાઈ રહ્યો છે. મારે કોઈની સાથે વિરોધ નથી. મારી લડાઈ તો અવાજ દબાવનાર સામે જ છે. ૧૭ તારીખથી હું ઉપવાસ પર બેસવાનો છું. ઉપવાસ પર બેસવાનો નિર્ણય મારો છે. હું સંકલ્પ સાથે ઉપવાસ પર બેસીશ. સરકારે વિશ્વાસઘાત કર્યો છે. કોંગ્રેસના શાસનમાં પણ ગૌરક્ષકોને ક્યારે કારાવાસ નથી થયો, પરંતુ સરકારે ગૌરક્ષકોને ગુંડાઓ કહ્યાં. ચાર વર્ષથી મારો મોહ ભંગ થયો છે.

આટલુ જ નહી પરંતુ તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કટાક્ષ વાકબાણ કર્યા હતા. તેમને કહ્યું હતુ કે સત્તાના નશામાં મોદી ભાન ભૂલી ગયા છે, તેમને ગૌરક્ષકોને ગુંડા કહ્યા છે. હિન્દુત્વના આધારે ભાજપ સરકારમાં આવી, ગૌરક્ષકોને ગુંડા કહેવામાં આવ્યા, ત્રિપલ તલાકનો કાયદો બન્યો પણ રામ મંદિરનો કાયદોનાં બન્યો, સેના પર પથ્થરમારનાર પરના કેસ પાછા ખેંચાયા, ગૌરક્ષકોને જેલમાં મોકલાયા છે.

જા મોદી સરકાર આજ રીતહદુઓ ઉપર દબાણ કરતી રહેશે તો પરિણામ સારો નહી આવે. તેમને આ વાતને વધારતા એ પણ કહ્યું કે મારી લડાઈ એક વ્યક્તિ સામે નથી.

આપને જણાવી દઇએ તો આ તરફ વિશ્વ હિન્દુ પરિષદમાંથી પ્રવિણ તોગડિયાને દૂર કરાતા અમદાવાદમાં તેમના સમર્થકોમાં નારાજગી જાવા મળી રહી છે. વીએચપીના નારાજ કેટલાક કાર્યકરોએ રાજીનામા આપ્યા છે.

ચર્ચાઈ રહ્યું છે કે, હવે હિન્દુત્વના મુદ્દે નવુ સંગઠન રચાઈ શકેછે. VHP અને RSSમાંથી છુટા પડેલા લોકો એકજૂથ થઈ શકે છે. તો કર્ણાટકની શ્રીરામ સેનાના અધ્યક્ષ પ્રમોદ મુતાલીક પ્રવિણ તોગડિયાના સમર્થનમાં આવી શકે છે. પ્રવિણ મુતાલીકની ભૂતકાળમાં VHPમાંથી હકાલપટ્ટી થઈ હતી, જેના બાદ તેમણે VHPથી અલગ જઈને શ્રીરામ સેના બનાવી હતી. તોગડિયાના સમર્થનમાં સેંકડો લોકો VHPમાંથી રાજીનામા આપીને નવા સંગઠનમાં જાડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તો બીજી તરફ એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે, વેદાંતમ્‌ સંગઠન પણ તોગડિયા સાથે જાડાઈ શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY