લગ્નનો માંડવો લઈને જતાં ટ્રેક્ટર સાથે લક્ઝરી બસ અથડાતાં નવ લોકોના મોત

0
53

કચ્છ,
તા.૧૫/૪/૨૦૧૮

પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ,પટેલ પરિવાર મામેરાના પ્રસંગે જઈ રહ્યો હતો

ટ્રેક્ટર અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના ૯ લોકોના મોત થયા છે. જેને લઈને ખળભળાટ મચી ગયો છે. ઘટનાની વિગત અનુસાર પટેલ પરિવાર મામેરાના પ્રસંગે જઈ રહ્યો હતો. જે દરમિયાન ટ્રેક્ટર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ૯ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ૫થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જા કે ઈજાગ્રસ્ત તમામ લોકોને હાલ સારવાર માટે નજીકન સિવિલ હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા છે. જા કે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.

આમ એક જ પરિવારના ૯ લોકોના મોત થતાં પટેલ પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ ગામનાં નાનજીભાઈ સવજીભાઈ અનાવડીયાનો પરિવાર ટ્રેક્ટર ટ્રોલીમાં બેસીને મામેરૂ લઈને વીજપાસર જતો હતો. ત્યારે કુંભારડીથી આવી રહેલી લક્ઝરી બસે ટક્કર મારતાં આ દુર્ઘટના બની હતી. શિકરા ગામથી થોડેક દૂર આ દુર્ઘટના ઘટી હતી. જેમાં નવ લોકોના સ્થળ પર જ મોત થઈ ગયાં હતા. દુર્ઘટનામાં ૭ મહિલા અને ૧ બાળક સહિત ૯ લોકોના મોત થયાં હતા.

આ સમગ્ર ઘટનાના પગેલે રસ્તા પર ચક્કાજામ સર્જાયો હતો. જા કે આ ઘટનામાં ઘાયલ તમામ લોકોને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY