તમામ પ્રધાનોને ચાર વર્ષનો પ્રોગ્રેસ રિપોર્ટ આ૫વા પીએમઓની સુચના

0
16

ન્યુ દિલ્હી,
તા.૧૫/૪/૨૦૧૮

વડાપ્રધાન કાર્યાલયે તમામ પ્રધાનોને કહ્યું છે કે તેઓ પોતાની સિદ્ધિઓની યાદી તૈયાર કરે અને મે-૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના ઘોષણાપત્ર દરમિયાન ભાજપ દ્વારા આપવામાં આવેલા વચનો સાથે સરખામણી કરે. આના સંદર્ભે ચાર પ્રધાનોની એક સમિતિ પણ બનાવવામાં આવી છે. આ સમિતિમાં કેન્દ્રીય રેલવે પ્રધાન પિયૂષ ગોયલ, માહિતી અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઈરાની, ગ્રામ્ય વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનો સમાવેશ થાય છે. નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ૨૦મી એપ્રિલ સુધી પોતાના ચાર વર્ષનો પ્રગતિ રિપોર્ટ સોંપે. વડાપ્રધાન મોદી ત્રણ દિવસના વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે અને તેઓ વીસ એપ્રિલે રાત્રે સ્વદેશ પાછા ફરવાના છે. તેઓ પ્રધાન સ્તરની રિપોર્ટનો અભ્યાસ કરવા ચાહે છે અને મે માસમાં ત્રણ સપ્તાહ માટે મીડિયા દ્વારા ચૂંટણી જંગ શરૂ કરી શકાય. આ પ્રસ્તાવ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ માટે પાર્ટીની તૈયારી તરીકે જાવામાં આવે છે.

મોદીને કાળાધનની સમસ્યાનો સામનો કરવા, સ્માર્ટસિટીમાં વૃદ્ધિ, ગંગાની સફાઈ, રોજગાર, આર્થિક સુધારણા, એફડીઆઈ, ગરીબો માટે એલપીજી, મફત શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ માટે બેંક લોન તથા અન્ય યોજનાઓની સિદ્ધિઓના ઉલ્લેખ કરવાની આશા છે. મોદી સરકારની સિદ્ધિઓની એક બુકલેટ પણ બનાવામાં આવશે. તેનું મોટા પ્રમાણમાં વિતરણ કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રાલય પીઆઈબીની માહિતીનો ઉપયોગ કરીને આ પુસ્તકનું પ્રકાશન કરીને તેને લોકોમાં વિતરીત પણ કરશે. પ્રધાનોને કહેવામાં આવ્યું છે કે તેઓ રાજકીય સંભાવનાઓની સાથે પોતાનો સ્ટેટ્‌સ રિપોર્ટ પણ તૈયાર કરે. સરકારની યોજનાઓથી જનતાને થયેલા ફાયદાનો પણ પ્રચાર કરવામાં આવે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY