થિયેટરમાં નિયમિત ભાવે ફૂડ વેચાવું જાઇએ : હાઇ કોર્ટનો આદેશ

0
107

મુંબઈ,
તા.૫/૪/૨૦૧૮

થિયેટરમાં વેચવામાં આવતા ફૂડ અને પાણીની કિંમત અતિશય વધારે હોય છે, એ વાતની નોંધ લઇને મુંબઇ હાઇ કોર્ટે જણાવ્યું હતું કે થિયેટરમાં ખાણીપીણીની વસ્તુ વાજબી ભાવે વેચાવી જાઇએ. રાજ્ય સરકારે હોઇ કોર્ટને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ મુદ્દે યોજના ઘડી કાઢવામાં આવશે.

રાજ્યભરના થિયેટર અને મલ્ટીપ્લેક્સીસમાં બહારના ફૂડ લઇ જવા પર પ્રતિબંધને પડકારતી શહેરીજન જૈનેન્દ્ર બક્ષીની અરજીની ન્યાયમૂર્તિ એસ. એમ. કેમકર અને ન્યાયમૂર્તિ એમ. એસ. કર્ણિકની ખંડપીઠમાં સુનાવણી હતી. બક્ષીના વકીલે જણાવ્યુ હતું કે ફિલ્મ થિયેટરમાં બહારનો ખોરાક લઇ જવા પર પ્રતિબંધ અંગે કોઇ કાનૂની જાગવાઇ અસ્તત્વમાં નથી મલ્ટપ્લેક્સીસો અંદર ખાણીપીણી વેચે છે અને તગડા ભાવ વસૂલ કરે છે.

આ વાતનું સમર્થન કરતા કોર્ટે જણાવ્યું હતું કે થિયેટરની અંદર પાણીની બોટલ અને ખાણીપીણીના તગડા ભાવ વસૂલવામાં આવે છે, એનો તેમને પણ અનુભવ છે. થિયેટરમાં ખાણીપીણીના ભાવ નિયમિત અને વાજબી હોવા જાઇએ. અગર થિયેટરોમા બહારથી ખાવાનું લાવવા પર પ્રતિબંધ હોય તો થિયેટરે પણ અંદર કંઇ ખાવાનું વેચવુ નહી જાઇએ અને ખાવાના પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવો જાઇએ.

આ અંગે અરજકર્તા અને થિયેટર માલિકોના એસોસિયેશનની ભલામણોને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં યોજના ઘડી કાઢવામાં આવશે, એવી સરકારી વકીલે કોર્ટને ખાતરી આપી હતી. આ બાબતની વધુ સુનાવણી ૧૨ જૂનના રોજ થશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY