પેટ્રોલિંગ કરતી પોલીસ વાનને ટ્રેલરની ટક્કર વાગતા ૮ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી

0
15

નડિયાદ,
તા.૧૫/૪/૨૦૧૮

આ ઘટનામાં બે પોલીસકર્મીઓનો આબાદ બચાવ

નડિયાદમાં પોલીસની પેટ્રોલીંગ વાન અને ટ્રેલર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલરે પોલીસની પેટ્રોલીંગ વાનને ટકકર મારતા વાન ૮ ફૂટ ખાડામાં ખાબકી હતી. ટ્રેલરના ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો.

આ ઘટનામાં ૨ પોલીસકર્મીઓને આબાદ બચાવ થયો છે. આ ઘટનાની જાણ થતા ટાઉનના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર માટે સિવિલ હોસ્પટલ ખસેડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગત મોડી રાત્રે આ અકસ્માતની ઘટના બનવા પામી હતી. જેમાં એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ શહેરની પોલીસ મોબાઈલ વાન જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે અચાનક પાછળથી એક ટ્રેલર ધસી આવ્યુ હતું. જેની ટક્કર વાનને લાગી હતી.

જેથી પોલીસ વાન ડિવાઈડર તોડીને હાઈવેની બાજુમાં રહેલ ૮થી ૧૦ ફૂટના ખાડામાં ખાબકી હતી. જા કે આ ઘટનામાં સદનસીબે પોલીસવાનમાં જે બે કર્મચારીઓ હતા તેમનો આબાદ બચાવ થયો હતો. આ પોલીસકર્મીઓને ઇજા થતા તેમને નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY