પોલીસ પ્રત્યેની “વિચારસરણી હંમેશા હકારાત્મક રાખવી જરૂરી “

0
85

આ થયું તો પોલીસ ,તે થયું તો પોલીસ, ફલાણું થયું તો પોલીસ , ઢીકણું થયું તો પોલીસ ,બનાવના સ્થળે પોલીસ, બચાવના કામમાં પોલીસ, નેતાઓના બંદોબસ્તમાં પોલીસ,નાના તહેવારોમાં પોલીસ, ખોવાયેલ વ્યકિતને શોધવામાં પોલીસ, ચોરી થઇ હોય તો ગુનેગારને પકડવામાં પોલીસ, હત્યા થઈ હોય તો ભેદ ઉકેલવામાં પોલીસ ,બધી જગ્યાએ પોલીસ …..પોલીસ ……….પોલીસ…આમ તો પોલીસ વગર ચાલતું નથી. છતાં લોકોની નજરમાં પોલીસ જ ખરાબ કેમ ….!!વર્દીને તો ગાળો આપશે પણ વર્દિવાળા ગનમેન સૌને જોઈશે ટ્રાફિક થવા પર પોલીસને જ મન ફાવે તેમ બોલશે પરંતુ નો એન્ટ્રી માં ગાડી જરૂર પાર્ક કરશે.. મોડી રાત્રે જ્યારે ચાર માણસો સાથે હશેતો પોલિસ ઉઘરાણી માટે ઉભા હશે એવું લાગશે .જયારે એકલા હોય ત્યારે એ જ પોલીસ ભગવાનની જેમ લાગશે. સડેલુ મૃતદેહ નીકાળી એનું અંતિમ સંસ્કાર કરતી પોલીસ કોઈને
નજર નહીં આવે .પરંતુ મૃતદેહ ઉપાડવામાં વિરોધ કરવાના સમયે પોલીસને મન ફાવે તેમ બોલતા કોઈ નહીં ચૂકે. આગ લાગે ત્યારે અમારી પાસેથી એવી અપેક્ષા કરવામાં આવશે અમો સ્પાઇડરમેન બનીને જાનમાલની રક્ષા કરીએ .પરંતુ મોકો મળે તો અમારી ગાડીને ફૂંકવામાં કોઈ પાછળ નહી હટે …વિકટ પરિસ્થિતિમાં સૌને ક્યાં ભગવાન ની યાદ આવે છે પોલીસમાં ભગવાન દેખાય કે ના દેખાય પરંતુ વિકટ પરિસ્થિતિમાં પોલીસ દેખાઈ જાય તો તેમાં ભગવાન અવશ્ય દેખાઈ આવે છે. પોલીસ પ્રત્યેની વિચારસરણી હંમેશા હકારાત્મક રાખવી જરૂરી છે

રિપોર્ટર અંકિતા પાટણવાડીયા
9904733000

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY