બુટલેગરોથી ત્રસ્ત રહીશોનું જેસીપી કચેરી પર હલ્લાબોલ

0
628

અમદાવાદ,
તા.૫/૪/૨૦૧૮

શહેરમાં ઠેર ઠેર પોલીસની રહેમ નજર હેઠળ દારૂ-જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે. ત્યારે હવે દારૂ-જુગારના અડ્ડા ચલાવતા બુટલેગરો તેમજ અસામાજિક તત્વોને સબક શીખવાડવા માટે લોકોએ લાલ આંખ કરી છે.

રામોલ વિસ્તારમાં આવેલ કૈલાસ પાર્ક સોસાયટીમાં ચાલતા દારૂના ધંધાને બંધ કરાવવા માટે આજે લોકોએ કાંકરિયા પાસે આવેલ જાઇન્ટ પોલીસ કમિશનરની ઓફિસમાં જેસીપી અશોક યાદવને આવેદનપત્ર આપ્યું છે. સ્થાનિકોએ ભારે સૂત્રોચ્ચાર કરી રામોલથી ચાલતા જેસીપીની ઓફિસે આવ્યા હતા.

રામોલ સીટીએમ હાઇવે પાસે આવેલ કૈલાસ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી અજિતસિંહ વાઘેલા, અક્ષય પટેલ ઉર્ફે ભૂરિયો, નીલેશ ઉર્ફે વિઠ્ઠલ કાણિયો તથા માયાભાઇ સાગરીતો સાથે દારૂનો ધંધો ચલાવી રહ્યા છે. સ્થાનિકોએ આ મામલે વિરોધ કરતાં તેમને મારી નાખવાની ધમકીઓ પણ અપાય છે.

સ્થાનિક સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે બુટલેગરો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે રામોલ પોલીસ સ્ટેશનમાં અવારનવાર રજૂઆતો કરી હતી. આમ છતાં પોલીસે કોઇ કાર્યવાહી ન કરતાં અંતે આજે સોસાયટીના રહીશો ભારે સૂત્રોચ્ચાર સાથે સેકટર-રના જાઇન્ટ કમિશનર ઓફ પોલીસ અશોક યાદવને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા.

જાઇન્ટ કમિશનરની કચેરીએ મહિલાઓ, બાળકો તેમજ વૃદ્ધો પણ આવી પહોંચ્યાં હતાં. તમામ આરોપીઓ વિરુદ્ધમાં પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે તેવી માગ કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY