સ્થિર્ કરન્સી અને આકર્ષક બોન્ડની અસર દ્વારા ડેબ્ટ માર્કેટમાં કુલ ૩,૯૩૫ કરોડ ઠાલવી દેવાયા

0
12

મુંબઈ, તા.૧૫
વિદેશી મૂડીરોકાણકારોએ આ મહિનાના પ્રથમ પખવાડિયામાં ભારતીય ડેબ્ટ માર્કેટમાં ૩૯૩૫ કરોડ જંગી રોકાણ કરી દીધું છે. સ્થિર કરન્સી અને અસરકારક બોન્ડ પરિણામના પરિણામ સ્વરુપે વિદેશી મૂડીરોકાણકારોએ ભારતીય ડેબ્ટ માર્કેટમાં જંગી રોકાણ કર્યું છે. ઘરઆંગણેના બજારમાં વ્યાજદરમાં વધારો થવાના પરિણામ સ્વરુપે છેલ્લા બે મહિનામાં ૧૨૭૫૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા બાદ ફરીએકવાર ડેબ્ટ માર્કેટમાં નાણાં ઠાલવવામાં આવ્યા છે. ક્રૂડની કિંમતમાં ઉથલપાથલ જાવા મળી રહી છે. બીજી એપ્રિલથી લઇને ૧૩મી એપ્રિલના ગાળામાં એફપીઆઈ દ્વારા ડેબ્ટ માર્કેટમાં ૩૯૩૫ કરોડ અથવા તો ૬૦૫ મિલિયન ડોલરની રકમ ઠાલવવામાં આવી છે. કેન્દ્ર સરકારના સિક્યુરિટીમાં એફપીઆઈ માટે રોકાણ મર્યાદા આરબીઆઈ દ્વારા વધારવામાં આવી છે જેની અસર પણ જાવા મળી રહી છે. છેલ્લા બે મહિનામાં જંગી નાણાની ઉથલપાથલ જાવા મળી રહી છે. છેલ્લા બે મહિના ફેબ્રુઆરી અને માર્ચમાં ૧૨૭૫૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા બાદ ડેબ્ટ માર્કેટમાં નાણા ઠાલવવામાં આવ્યા છે. આ પહેલા જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા ૮૫૦૦ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા.એકંદરે પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષમાં ૧.૪૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું જે ભારતીય મૂડી બજાર ઇક્વટી અને ડેબ્ટ માટે છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં આંકડો સૌથી શ્રેષ્ઠ રહ્યો છે. નવેમ્બર ૧૯૯૨માં બે દશક પહેલા ઇન્ડિઅન ઇક્વટી માર્કેટમાં એફપીઆઈને રોકાણ કરવાની મંજુરી આપવામાં આવ્યા બાદ સૌથી જંગી રોકાણ થયું છે. ડેબ્ટ સિક્યુરીટીમાં સંયુક્ત આંકડો વધીને ૪.૨ લાખ કરોડ સુધી પહોંચ્યો છે. ડેબ્ટ અને ઇક્વટી બંને માટેનો આંકડો ૧૩ લાખ કરોડની આસપાસનો પહોંચ્યો છે. આવનાર દિવસોમાં એફપીઆઈ રોકાણની દ્રષ્ટિએ ૨૦૧૮-૧૯માં ઇક્વટી અને ડેબ્ટ મૂડી પ્રવાહમાં ઉતારચઢાવ રહેશે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭માં શેરબજારમાં ૫૫૭૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું જ્યારે આનાથી પહેલાના નાણાંકીય વર્ષમાં વિદેશી રોકાણકારોએ ૧૪૦૦૦ કરોડ રૂપિયાથી વધારાની રકમ ઉપાડી લીધી હતી. ૨૦૧૬-૧૭માં વિદેશી રોકાણકારોએ ૭૩૦૦ કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. ફંડ ઇન્ડિયાના પ્રમુખ વિદ્યા બાલાના કહેવા મુજબ વર્ષ ૨૦૧૭-૧૮માં શેરબજારમાં એફપીઆઈ રોકાણ પૂર્વ વર્ષની સરખામણીમાં ઓછા રહેવાની બાબત કોઇ હેરાન કરનાર બાબત નથી.

છેલ્લા બે મહિનામાં ૧૨૭૫૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા બાદ ફરીવાર રોકાણ ઃ કારોબારીઓમાં ઉત્સાહ

વિદેશી રોકાણકારો દ્વારા છેલ્લા બે મહિનામાં ડેબ્ટ માર્કેટમાં જંગી નાણા પરત ખેંચાયા બાદ ફરી રોકાણ
¨ મહિનાના પ્રથમ પખવાડિયામાં ડેબ્ટ માર્કેટમાં ૩૯૩૫ કરોડ ઠાલવી દેવાયા
¨ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ૧૨૭૫૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા બાદ નાણા ઠલવાયા
¨ ક્રુડ ઓઇલની કિંમતો અને ફિસ્કલ ડેફિસિટના આંકડાને લઇને રોકાણ કરાયું
¨ જાન્યુઆરી મહિનામાં ૮૫૦૦ કરોડ રૂપિયા ઠલાયા હતા
¨ એફપીઆઈ દ્વારા બીજીથી ૧૩મી એપ્રિલ દરમિયાન ડેબ્ટ માર્કેટમાં ૩૯૩૫ કરોડ રૂપિયા ઠલવાયા
¨ સ્થિર કરન્સી અને આકર્ષક બોન્ડ માર્કેટના લીધે ડેબ્ટ માર્કેટમાં ફરી એકવાર રોકાણ કરવામાં આવ્યું
¨ સરકારી સિક્યુરિટીમાં રોકાણ માટે એફપીઆઈ મર્યાદા આરબીઆઈએ હાલમાં વધારી હતી
¨ વર્ષ ૨૦૧૬-૧૭માં ઇકવટીમાં ૫૫૭૦૦ કરોડ ઠલવાયા હતા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY