નવી દિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારના દિવસે લંડનના પ્રવાસે પહોંચી રહ્યા છે. જ્યાં તેઓ કોમનવેલ્થ દેશોના સંમેલનમાં ભાગ લેનાર છે. મોદીના આ પ્રવાસને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ૫૩ દેશોના કોમનવેલ્થ સંમેલનમાં ભારત હવે મોટી ભૂમિકા અદા કરવા માટે તૈયાર છે. મોદી આ પ્રવાસ દરમિયાન જુદા જુદા દેશોની સાથે કેટલીક સમજુતી પણ કરી શકે છે. મોદી બ્રિટનના મહારાણી એલિઝાબેથને પણ મળવાની યોજના ધરાવે છે. મોદી એવા ત્રણ પસંદગીના નેતામાં સામેલ છે જે બ્રિટનના મહારાણીને મળનાર છે. માનવામાં આવે છે કે આગ્રુપ ભારતની વૈશ્વિક આંકાક્ષીઓને નવા રૂપ આપવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. કોમનવેલ્થ હેડ્સ ગવર્નમેન્ટમાં ભારત પોતાના નાણાંકીય યોગદાનને બે ગણુ કરવા માટે તૈયાર છે. આ ભારત તરફથી એ વાતના સંકેત પણ રહેશે કે ભારત કોમનવેલ્થમાં હવે મોટી ભૂમિકા અદા કરવા માટે તૈયાર છે. કોમનવેલ્થમાં મોટી ભૂમિકાને લઇને આના માટે દિલ્હીમાં તૈયારી પણ હાથ ધરવામાં આવી ચુકી છે. વર્ષ ૨૦૦૯ બાદ પ્રથમ વખત રહેશે જ્યારે ભારતીય વડાપ્રધાન કોમનવેલ્થ સમિટમાં ભાગ લઇ રહ્યા છે. માલ્ટામાં યોજાયેલી છેલ્લી બેઠકમાં મોદી સામેલ થઇ શક્યા ન હતા. ભારતના ડેપ્યુટી હાઇ કમીશનરવ દિનેશ પટનાઇકે કહ્યુ છે કે ભારતનુ પ્રતિનિધીત્વ હવે કેટલીક વૈશ્વિક સંસ્થાઓમાં વધ્યુ છે.
કોમનવેલ્થ પણ તેમાં એક સામેલ છે. કોમનવેલ્થમાં સામેલ એક મોટા દેશ તરીકે ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર નેતૃત્વ કરીને મોટી ભૂમિકા અદા કરવા માટે તૈયાર છે. આશા છે કે ભારતની ભૂમિકા વધારે વધશે. લંડનમાં મોદીની દ્ધિપક્ષીય ગતિવિધીઓમાં મહારાની એલિઝાબેથ દર્શક તરીકે સામેલ થનાર છે. જે સંભવિત રીતે છેલ્લા કોમનવેલ્થ સમિટમાં ભાગ લેનાર છે. એમ માનવામાં આવે છે કે કોમનવેલ્થના પ્રમુખ નેતા અહીં રાષ્ટ્રીય મંચ પર અને કોમનવેલ્થમાં પઁણ સાથે આવવાને લઇને પારસ્પરિક ચર્ચા કરી શકે છે. કોમનવેલ્થ માટે પણ એક નવી શરૂઆત થવા જઇ રહી છે. સ્વીડનમાં એક દ્ધિપક્ષીય બેઠક, સ્ટોકહોમમાં નોર્વે, આઇસલેન્ડ, સ્વીડન, ડેનમાર્ક અને ફિનલેડની સાથે એક ઇન્ડો-નાર્ડિક શિખર બેઠકમાં ભાગ લીધા બાદ મોદી મંગળવારે રાત્રે બ્રિટન પહોંચી રહ્યા છે. કાર્યક્રમ મુજબ ૧૮મી એપ્રિલના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દિવસ દરમિયાન દ્ધિપક્ષીય મંત્રણામાં વ્યસ્ત રહેશે. ત્યારબાદ પ્રિન્સ ચાર્લ્સ તેમના માટે એક ઇવેન્ટનુ આયોજન કરનાર છે. આ ઇવેન્ટમાં ભારત-બ્રિટનની વચ્ચે ટેકનોલોજીના ક્ષેત્રમાં સહકાર પર રજૂઆત કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭મી એપ્રિલના દિવસે લંડન પહોંચશે. ૧૮મી એપ્રિલના દિવસે તેઓ રાત્રી ગાળામાં ટરીઝાની સાથે ભોજન કાર્યક્રમમાં ભાગ લેશે. ૧૯મી એપ્રિલના દિવસે મોદી મહારાનીની સાથે રાત્રી ભોજન માટે બંકિગમ પેલેસ પહોંચનાર છે. ૫૨ દેશોના વડાઓ પૈકી મોદી એવા એકલા વડાપ્રધાન રહેશે જેમને ત્યાં લિમોજીન કારમાં મુસાફરી કરવાની તક મળશે. જ્યારે અન્ય દેશોના નેતા સમિટ દરમિયાન બસથી યાત્રા કરશે. આની સાથે જ મોદી એવા ત્રણ નેતામાં સામેલ છે જેમને બંકિગહામ પેલેસમાં મહારાની સાથે અંગત મુલાકાતની તક આપવામાં આવી રહી છે. મોદીની બ્રિટન યાત્રા પર હવે દેશના તમામ રાજકીય પક્ષોની પણ નજર કેન્દ્રિત થઇ ગઇ છે. તેમના બ્રિટનમાં ભરચક કાર્યક્રમ રહેલા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"









