સરકારી કર્મીઓને ફટકો: મોદી સરકાર ઓવરટાઈમ ભથ્થુ બંધ કરશે

0
77

ન્યુ દિલ્હી,તા.૨૭
કેન્દ્રએ પોતાના કર્મચારીઓને અપાતુ ઓવરટાઇમ ભથ્થુ બંધ કરવાનો નિર્ણય લીધો છે પરંતુ ઓપરેશનલ સ્ટાફને તેનાથી અલગ રાખ્યો છે. કર્મચારી મંત્રાલયે આ અંગે આદેશ જારી કર્યો છે. ૭મા પગારપંચની ભલામણના આધારે આ પગલું લેવામાં આવ્યું છે.
સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે કર્મચારીઓનું વેતન પાછલા ઘણાં વર્ષોથી વધતું આવ્યું છે. તેથી પગાર પંચે ઓવરટાઇમ ભથ્થુ બંધ કરવાની ભલામણ કરી હતી. આ પ્રમાણે તમામ મંત્રાલયો કે વિભાગો અને તેની સાથે સંબંધિત તથા આધિન ભારત સરકારના કાર્યાલયોમાં આ નિર્ણય લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મંત્રાલયો અને વિભાગોના પ્રશાસને ઓપરેશનલ સ્ટાફની યાદી બનાવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત તે નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે ઓવરટાઇમ ભથ્થુ બાયોમેટ્રિક એટેન્ડેન્સના આધારે આપવામાં આવશે. ઓપરેશનલ સ્ટાફને ભથ્થુ ત્યારે જ મળશે જ્યારે તેમના સિનિયર ઓફિસર લેખિતમાં જણાવશે કે જરૂરી કામ માટે કર્મચારીએ કાર્યાલયમાં ઓવરટાઇમ કરવાનો છે. ઓપરેશનલ સ્ટાફમાં તે કર્મચારી આવે છે જે કાર્યાલયને યોગ્ય રીતે કામ કરવા અને વ્યવસ્થાને જાળવી રાખવાનું કામ કરે છે. એટલે કે મિકેનિકલ અને ઇલેક્ટ્રીક ઉપકરણોનું સમારકામ અને મેઇન્ટેનેન્સ કરનાર કર્મચારી આ શ્રેણીમાં આવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY