કોંગી ધારાસભ્ય અમિત ચાવડાએ પીએમ મોદી પર આક્ષેપ કરતા કહ્યુ હતું કે, દેશના લોકો પૂછે છે કે આ ચોકીદાર છે કે ભાગીદાર? કોંગ્રેસે ગુજરાતમાં જંગલો વેચ્યા ભાજપે લીલોતરી દેખાડી, ગૃહમાં આક્ષેપબાજી

0
177

ગાંધીનગર,તા.૮
ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વાણિજયિક વેરાની આવક અંગેના પ્રશ્ને ભાજપ અને કોંગ્રેસનો સભ્ય વચ્ચે આક્ષેપ બાજીઓ થઈ હતી. જેમાં કોંગ્રેસના સભ્ય અમિત ચાવડાએ પીએમ નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, દેશના લોકો પૂછે છે કે આ ચોકીદાર છે કે ભાગીદાર?. તો બીજી તરફ નીતિન પટેલે કોંગ્રેસ પર જંગલો વેચવાનો આક્ષેપ કર્યો હતો
અમિત ચાવડાના આ આક્ષેપનો જવાબ આપતાં નાણામંત્રી નીતિન પટેલે વળતો પ્રહાર કર્યો હતો, કે ગુજરાતની તિજારી પર પહેલા જે પંજા પડતો હતો તે પંજા અમે આવ્યા પછી બંધ થઈ ગયો છે. તમારા નેતાઓએ તો દુષ્કાળમાં લીલું ઘાસ પણ છોડ્યું નહોતું. કોંગ્રેસ સરકાર સમયે અનેક કૌભાંડો થતા હતા. કોંગ્રેસ પોતાની જાતને જુએ કોંગ્રેસ ચોખ્ખી છે જ નહીં, કોંગ્રેસે ગુજરાતના વનને પણ વેચી માર્યા છે, અમે આવ્યા તો ગુજરાતમાં લીલોતરી દેખાય છે. જેથી કોંગ્રેસના સભ્યો આ બાબતને ભૂલશો નહીં, અમે કહીએ તે સાંભળો અને સ્વીકારો.
નીતિન પટેલે આક્ષેપોનો આવો જવાબ આપ્યા બાદ કોંગ્રેસના સભ્યો પણ અકળાઇ ઉઠયા હતા. પરંતું અધ્યક્ષે દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો. કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને નીતિન પટેલે ઉદ્દેશીને જણાવ્યું હતું કે, તમારી કોંગ્રેસની સરકાર હતી ત્યારે શું કર્યું છે, તેની તમને ખબર નહીં હોય પરંતુ અમે બધું જાણીએ છીએ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY