બક્સર,તા.૩૧
લોકસભા ચૂંટણી ૨૦૧૯ને ધ્યાનમાં લઇને આચાર સંહિતાને જાળવી રાખવા માટે ચૂંટણી પંચ એડીચોટીનું બળ લગાવી રહ્યું છે પરંતુ કેટલાક નેતાઓ આચાર સંહિતાની ધજ્જિયા ઉડાવી રહ્યા છે. બિહારના બક્સરમાં આચાર સંહિતાના ઉલ્લંઘનની વાત પર કેન્દ્રીય મંત્રી અને બક્સરના ભાજપના ઉમેદવાર અશ્વિની ચૌબે એટલા ભડકી ગયા હતા કે તેમણે એક અધિકારી સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને તેમને ધમકાવ્યા પણ હતા. બક્સરમાં એક સમ્મેલન દરમિયાન અશ્વિની ચૌબેના કાફલામાં ગાડીઓની સંખ્યા આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહી હતી.
મંજૂરીથી વધારે ગાડીઓ હોવાને કારણે પ્રશાસન દ્વારા આચાર સંહિતાના ઉલ્લંઘનની વાત પર અશ્વિની ચૌબેએ બક્સરના એસડીએમ કે કે ઉપાધ્યાને ખરી-ખોટી સંભળાવી હતી અને તેમની સાથે અભદ્ર વર્તન પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હિમ્મત હો તો જેલમાં લઇ જાઓ. કોના આદેશથી મારી ગાડી રોકી રહ્યા છો.
કેન્દ્રીય મંત્રીની વાત પર અધિકારીએ ખૂબ જ વિનમ્રતાથી જણાવ્યું હતું કે, આ આદેશ ચૂંટણી પંચે આપ્યા છે. તેમ છતાં પણ અશ્વિની ચૌબે રોકાયા નહી, તેમણે ગાડીમાંથી બહાર નીકળીને જણાવ્યું હતું કે, આ ગાડી મારી છે..હિમ્મત હોય તો જેલ મોકલો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





