ગિરિરાજ સિંહની સભામાં વિવાદિત પૂર્વમંત્રી મંજૂ વર્મા મંચ પર દેખાતા વિવાદ

0
6

બેગૂસરાય,તા.૩૧
લોકસભા ચૂંટણી ૨૦૧૯માં બિહારની બેગૂસરાય સીટ હોટ સીટ બની ગઇ છે. જેએનયુના વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમાર અને ભાજપના ગિરિરાજ સિંહની ટક્કરને કારણે આ બેઠક ખૂબ જ ચર્ચામાં છે. જા કે શનિવારે બેગૂસરયા ફરીથી ચર્ચામાં આવી ગયું હતું આનું કારણ એ છે કે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહની સાથે મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં જામીન પર બહાર આવેલા બિહાર સરકારના ભૂતપૂર્વ સમાજ કલ્યાણ મંત્રી મંજૂ વર્મા પણ હાજર રહ્યા હતા.
બેગૂસરાય બેઠક પર એનડીએના ઉમેદવાર ગિરિરાજ સિંહે પોતાના વિરોધીઓ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મારી લડાઇ જેલ અને બેલ(જામીન) વાળાઓની સાથે છે. પરંતુ જે મંચ પરથી ગિરિરાજ સિંહે આ વાત જણાવી હતી ત્યાંજ તેમની સાથે બિહારની સરકારના ભૂતપૂર્વ સમાજ કલ્યાણ મંત્રી મંજૂ વર્મા પણ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, મંજૂ વર્માની મુઝફ્ફરપુર શેલ્ટર હોમ મામલે આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરાઇ હતી. તેને હાલમાં જ જામીન મળી છે.
હકીકતમાં શનિવારે બેગૂસરાય લોકસભા બેઠક પરથી એનડીએના ઉમેદવાર ગિરિરાજ સિંહ જીતની રણનીતિ બનાવવા માટે એક કાર્યકર્તા સમ્મેલનનું આયોજન કર્યું હતું. આ કાર્યકર્તા સમ્મેલનમાં ગિરિરાજ સિંહ, બિહાર સરકારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે, શ્રમ સંસાધન મંત્રી વિજય સિન્હા, મટિહાનીના ધારાસભ્ય નરેન્દ્ર સિંહની સાથે મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસના આરોપી મંજૂ વર્મા પણ હાજર રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY