પશ્ચિમ રેલ્વે વડોદરા વિભાગનો ૬૩મો સપ્તાહ એવોર્ડ સમારોહ યોજાયો.

0
21

પશ્ચિમ રેલવે વડોદરા વિભાગનો ૬૩મો રેલ્વે સપ્તાહ એવોર્ડ સમારોહ પ્રતાબનગર સ્થિત રેલ્વે ઓડિટોરિયલ ભવનમાં યોજવામાં આવ્યો હતો.

આજ રોજ વડોદરા ખાતે આવેલ પ્રતાબનગર સ્થિત રેલ્વે ઓડિટોરિયલ ભવન ખાતે વડોદરા વિભાગના રેલ્વે પ્રબંધક અમિતકુમારના અધ્યક્ષ સ્થાને પશ્ચિમ રેલ્વેનો વડોદરા વિભાગનો ૬૩મો રેલ્વે સપ્તાહ એવોર્ડ સમારોહ યોજાયો હતો.
આ એવોર્ડ સમારોહમાં વર્ષ ૨૦૧૭ /૧૮ સમય દરમ્યાન વ્યક્તિગત ઉતકર્ષ પ્રદર્શન કરનાર ૨૪૦ લોકોને પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં.સાથે સાથે ટીમના રૂપે સારા કાર્ય કરવા બદલ ૧૫ ગ્રુપોને એવોર્ડ આપવામાં આવ્યાં હતાં.

આ એવોર્ડ સમારોહમાં મેજર યાર્ડ શ્રેણીમાં કરચિયા અને માયનર યાર્ડ શ્રેણીમાં ભરૂચને સંરક્ષા એવોર્ડ આપવામાં આવ્યો હતો.બેસ્ટ ઓએચઈ ડિપોનો એવોર્ડ વિશ્વામિત્ર ડિપોને મળ્યો હતો.બેસ્ટ સ્ટેશનની કેટેગરીમાં એ કેટેગરીમાં વડોદરા,બી કેટેગરીમાં ગોધરા,ડી કેટેગરીમાં મિયાગામ, અનેં ઈ કેટેગરીમાં ચાંપાનેર સ્ટેશન ને બેસ્ટ સ્ટેશનનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

હમણાં હાલમાજ મુંબઈમાં રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં સર્વોત્તમ પર્યાવરણ અને ગૃહ વ્યવસ્થા માટે ENHM શિલ્ડ અને સ્ક્રેપ મોબિલાઈઝ શિલ્ડ વડોદરા વિભાગે જીત્યો હતો.
સાથે વડોદરા મંડલને વાણિજ્ય સિલ્ડ અમદાવાદ અને સુરક્ષા સિલ્ડ રાજકોટની સાથે સયુક્તમાં મળી હતી.આ સમયે મંડલના ૧૪ અધિકારીઓ અને કર્મચારીઓને વ્યક્તિગત સારી કામગીરી માટે જી.એમ એવોર્ડ આપવામાં આવ્યાં હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY