ન્યુ દિલ્હી,
તા.૧૭/૪/૨૦૧૮
સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી…
તીન તલાક, હલાલા બાદ હવે સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં ઈસ્લામના નામ પર ચાંદ-તારાવાળા લીલા ઝંડા લહેરાવા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી છે. અરજદાર વસીમ રિઝવીએ દલીલ કરી છે કે લીલા કપડા પર ચાંદ-તારાના નિશાનવાળા મુસ્લિમ લીગના ઝંડાની ઈસ્લામિક માન્યતાઓ સાથે કોઈ લેવાદેવા નથી. લીલો રંગ અને ચાંદ-તારા ઈસ્લામનો અભિન્ન હિસ્સો નથી. વસીમ રિઝવીએ આ ઝંડાને દુશ્મન દેશની રાજકીય પાર્ટીનો ઝંડો ગણાવ્ય છે.
તેમણે કહ્યું છેકે આને મળતો આવતો ઝંડો પાકિસ્તાનનો છે અને ઈસ્લામના નામ પર આવા ઝંડા ફરકાવનારાઓ હકીકતમાં પાકિસ્તાન સાથે ખુદની સંલગ્નતા મહેસૂસ કરે છે. શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે કે આ ઝંડો ૧૯૦૬મં બનેલી મુસ્લિમ લીગનો હતો. તે ૧૯૪૬માં સમાપ્ત થઈ ગઈ.
દેશના વિભાજન માટે જવાબદાર મહત્વના કિરદારોમાં સામે મુસ્લિમ લીગે ૧૯૪૭માં પાકિસ્તાનમાં નવું રૂપ ધારણ કર્યું અને નવું નામ પણ અપનાવ્યું. પરંતુ પોતાનું નિશાન અને ઝંડો તે ચાંદ-તારાવાળા લીલા ઝંડાને રાખ્યું. રિઝવીએ કહ્યું છે કે મુસ્લિમ લીગ લીલા ચાંદ-તારા ઝંડા સાથે મુસ્લિમ લીગ કાયદે આઝમના નામે ઓળખાવા લાગી. પાકિસ્તાનનો ઝંડો પણ મુસ્લિમ લીગના ઝંડામાં એક સફેદ પટ્ટી લગાવીને તૈયાર કરવામાં આવ્યો હતો. ઈસ્લામના નામ પર આવા ઝંડા ઈમારતોની છતો પર ફરકાવવો પોતાના દેશના બંધારણ, સ્વતંત્રતા અને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે.
બંધારણ આની ક્્યારેય મંજૂરી આપે નહીં કે લોકો ધર્મ અથવા સેક્્યુલારિઝ્મની આડમાં દુશ્મન દેશની ખાસ રાજકીય પાર્ટીનો ઝંડો પોતાના ઘરો, ઈમારતો અને અન્ય જાહેર સ્થાનો પર ફરકાવે. વસીમ રિઝવીએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે ઈસ્લામમાં લીલો નહીં. પણ કાળો રંગ મહત્વ ધરાવે છે. હઝરત મોહમ્મદ સાહેબને પણ કાળો રંગ વધારે પસંદ હતો. તેને કારણે જ તેમનું નામ કાલી કમલીવાલે પણ છે. હદીસ પણ જણાવે છે કે હઝરત મોહમ્મદ સાહેબ કાળો અમામા પહેરતા હતા.
તેની સાથે જ કાબા શરીફ પર ગિલાફ પણ કાળા રંગોનો જ છે. ઈતિહાસ સાક્ષી છે કે હઝરત મોહમ્મદ સાહેબ જ્યારે કાબામાં પ્રવેશ્યા હતા. ત્યારે તેમના હાથમાં લીલો નહીં. પણ શાંતિ અને અમનનું નિશાન સફેદ ઝંડો લહેરાતો હતો, લીલો નહીં. સુપ્રીમ કોર્ટ વસીમ રિઝવીની અરજી પર સુનાવણી કરવાની છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




