ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં 40 કામોને સર્વાનુમતે મંજૂરીની મહોર લાગી.

0
6

ભરૂચ પાલિકાની સામાન્ય સભા મંગળવારના રોજ પાલિકાના સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી.

 

પાલિકા પ્રમુખની અધક્ષતામાં મળેલ સામાન્ય સભામાં પક્ષ અને વિપક્ષો દ્વારા રજૂઆતો ચર્ચા વિચારણા બાદ અલગ અલગ શાખાઓના ૪૦ કામોને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતાં.

વિપક્ષે ત્રિમાસિક હિસાબ અંગે પક્ષ પાસે જવાબ માંગતા તેવા દ્વારા કોઈ જવાબ આપી શકાયો ના હતો.લોક ભાગીદારી માટે ૭૦ અને ૧૦ અથવા ૭૦ અને ૨૦ ની જોગવાઈ હોવા છતાં પણ લોક ભાગીદારીના કામો માટે ૭૦ અને ૩૦ લેવામાં આવે છે.તથા કૉન્ટ્રાક્ટરો પાસેથી વર્ષની 3 ટકા ડિપોઝીટ મુકાવી તેમના રૂપિયા પરત પણ નહીં આપતા હોવાના આક્ષેપો કરતાં વાતાવરણ ગરમાયુ હતું.

જ્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાલિકા દ્વારા ઠંડા પાણીની આધુનિક પરબો ચાલુ કરવાના આયોજનના ૨૦ લાખ મંજુર કરીને વિપક્ષ દ્વારા પાણીના કોઈ પણ લોકો પાસેથી રૂપિયા ના લેવામાં આવે તેવી માંગ કરતાં શાસક પક્ષે તેમની માંગણી સ્વીકારી લીધી હતી.

જ્યારે વિપક્ષએ પ્રમુખના વિસ્તારમાં કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાના પ્રશ્નના મુખ્ય અધિકારીએ જવાબ આપ્યો હતો કે,પ્રમુખના વિસ્તારનો મુખ્ય માર્ગને બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.જે અંગે વિપક્ષના નેતા
સમસાદ અલી સૈયદે ભરૂચના ફટા તળાવ વિસ્તારથી ફુરજા બંદર સુધીનો બિસ્માર થઈ ગયેલા રોડને તાત્કાલિક નવો બાનવવામાં આવે તેવી માંગ કરી હતી.કારણ કે તાજીયા હોય કે ગણેશ વિસર્જન ઘણા લોકો આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે.જે અંગે મુખ્ય અધિરીએ તે અંગે વિચારી રોડની કામગીરી કરવાની વાત કરી હતી.ત્યારે વિપક્ષ દ્વારા ૨૦૧૨માં ફાટા તળાવ વિસ્તારમાં આધુનિક શોપિંગ બનાવી એની કાયાપલટ ની વાત કરી હતી.પરંતુ આજ દિન સુધી ત્યાં કોઈજ શોપિંગ પણ નથી બનાવાયું અને એ જગ્યા પર કચરાના ઢગલા નાખવામાં આવે છે.એટલે વાતો ખાલી કાગડ પર નહીં કરીને બતાવવા કહ્યું હતું.

આમ પક્ષ વિપક્ષના તું તું મેં મેં આક્ષેપ પ્રતિઆક્ષેપ બાદ પાલિકાના ૪૦ કામોને સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી.

ધનંજય ઝવેરી:-9978406923

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY