ફિલ્મ ‘ધડક’ સિરિયલ રૂપે ટીવી પર રજૂ કરાશે

0
27

મુંબઈ,તા.૫
જાન્હવી કપૂર અને ઇશાન ખટ્ટરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી હિટ ફિલ્મ ધડક હવે નવા નામે સિરિયલ રૂપે ટીવી પર રજૂ થશે એવી માહિતી મળી હતી.
અગાઉ એવી વાત ઊડી હતી કે ધડક ફિલ્મ ટીવી પર રજૂ થવાની છે. પરંતુ લેટેસ્ટ માહિતી મુજબ આ ફિલ્મની કથા જાત ન પૂછો પ્રેમ કી નામે સિરિયલ રૂપે ટીવી પર રજૂ થશે. ફિલ્મમાં ઇશાન ખટ્ટરે ભજવેલી ભૂમિકા કિંશુક વૈદ્ય ભજવશે. આ માટે લેવાયેલા ઓડિશનમાં કિંશુક પાસ થયો હતો અને ટૂંક સમયમાં એ શૂટિંગ શરૂ કરશે.
સદ્ગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાન્હવીએ ફિલ્મ ધડકમાં ભજવેલી ભૂમિકા માટે આ સિરિયલમાં અભિનેત્રી પ્રણાલી સિંઘને પસંદ કરવામાં આવી છે. આ સિરિયલથી પ્રણાલી અભિનય ક્ષેત્રે પદાર્પણ કરી રહી છે. સુપરહિટ નીવડેલી મરાઠી ફિલ્મ સૈરાટ પરથી કરણ જાહરે ધડક ફિલ્મ બનાવી હતી. મરાઠી ફિલ્મની જેમ હિન્દી ફિલ્મ પણ હિટ સાબિત થઇ હતી. મરાઠી સૈરાટ ફિલ્મે બોક્સ આૅફિસ પર ૧૦૦ કરોડનો બિઝનેસ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY