આમતો લાગતી વડગતી કચેરી માંથી આ ફોર્મ જરૂરી દસ્તાવેજો તપાસી આપવામાં આવતા હોય છે પરંતુ ખાનગી મા વેચાણ થતા હોવાની બૂમ જો સાચી હોય તો એ ક્યાંથી આવ્યા….? !
રાજપીપલા :અગાઉના વર્ષોમાં પણ વચેટિયાઓ દ્વારા આવા ધંધા થતા હતા ત્યારે પી એમ મોદી એ લાભાર્થીઓ ને સીધો લાભ અપાવવા પ્રયાસો કર્યાં પરંતુ જ્યાં તંત્ર ના અમુક કટંકી બાજોજ મળેલા હોય ત્યાં લાભાર્થીઓ કે મંત્રીઓ શું કરી શકે જેમાં જેને જરૂર હોય એવાને લાભ મળતાં નથી જયારે અન્ય માલદારો બબ્બે ત્રણ ત્રણ વાર લાભો લઈ જતા હોય છે ત્યારે એમાં ગરીબ લોકો લાભ વિના વંચિત રહી જતા હોય છે
રાજપીપલા ના અમુક ખાસ અને પોષ વિસ્તારો મા જો એક સર્વે થાય તો માલદારો ને ત્યાંથી એક એક ઘરો માંથી ઘણા લોકો એ લાભ લીધા હોવાનું બહાર આવે એમ છે પરંતુ હાલ વેચાઈ રહેલા ફોર્મ મા લાભાર્થીઓ પાસે રેશનકાર્ડ સહિતના અમુક દસ્તાવેજો મંગાવાનું ફક્ત અમુક લોકો પૂરતું નાટક થાય છે બાકી અંદર ખાનગી એક એક વ્યક્તિને કે જે એમના દલાલ હોય એમને એક સાથે 50 50 ફોર્મ અપાતા હોવાની પણ વાત ચર્ચામાં છે ત્યારે આ કૌભાંડ મા કચેરીના કોની કોની મીલીભગત હશે…? એ તપાસ નો વિષય છે.
ચીફ રિપોર્ટર, નર્મદા, ભરત શાહ. મો. નં. 9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





