ચણાદાળના ભાવ અડધા થવા છતાં નર્મદા જિલ્લામાં ફરસાણ માં લુંટાતા ગ્રાહકો

0
160

રાજપીપલા:

રાજપીપલા સહીત સમગ્ર નર્મદા જિલ્લા માં ફરસાણ માં મોટા પ્રમાણ  માં લૂંટ  થઈ રહી છે જેમાં અગાઉ ચણા દાળ ના ભાવ આસમાને  જતા ૧૫૦ રૂપિયે  કિલો  નો ભાવ થયો હતો ત્યારે વેપારીઓ  દ્વારા સ્વાભાવિક   રીતે ફરસાણ ના ભાવ બમણા  કરાયા હતા પરંતુ  ઘણા સમય થી ચણાદાળ ૫૫ થી ૬૦ ના ભાવે  થઈ હોવા છતાં ફરસાણ નો ભાવ હજુ અસમાન  પર થી નીચે ઉતર્યો  નથી જેમાં વેપારીઓને  તો તગડી  કમાણી થતીજ  હશે પરંતુ કેટલાક અધિકારીઓ  ના પણ ખિસ્સા  ગરમ  થતા હોય એમ લાગી રહ્યું છે કેમ કે કોઈજ  રોકટોક  વગર વેપારીઓ ફરસાણ માં ગ્રાહકો ને લૂંટી  રહ્યા છે હાલ રાજપીપલા ના બજાર માં વેચાતું  ફરસાણ લઘભગ  ૨૫૦ રૂપિયે કિલો ના બમણા ભાવે વેચાય  છે છતાં તંત્ર ચુપચાપ  તમાસો  જોઈ રહ્યું છે ત્યારે બીજી તરફ આ ખાણી પીણી ની ગુણવત્તા પર પણ અનેક સવાલો  ઉઠ્યા  છે ત્યારે ફૂડ ઍન્ડ ડ્રગ  વિભાગ પણ જાણે આંખે  પાટા  બાંધી ગુણવત્તા ની સમયાંતરે  ચકાશણી  કરવા માં પાંગળું  સાબિત થઈ રહ્યું છે કે પછી કોઈ સ્વાર્થ  ના કારણે ચૂપ ચાપ તમાશો જોઈ રહ્યું છે જોકે ચર્ચા મુજબ રાજપીપલા શહેર માં ફક્ત પાલિકા  ની ટીમ દ્વારાજ  વારંવાર  ખાણીપીણી  બાબતે ની તપાશ કરવામાં આવે છે કેમ કે પાલિકા પ્રમુખ અલ્કેશસિંહ  ગોહિલ હંમેશા  શહેરીજનો ના સ્વાસ્થ્ય  બાબતે ખાશ તકેદારી  રાખવા ટીમ ને કડક સૂચનો  આપે છે પરંતુ   હાલ લાંબા સમય થી ફરસાણ માં થતી  લૂંટ અને ગુણવત્તા બાબતે જો જે તે લગતા વળગતા  અધિકારીઓ સતર્કતા  દાખવે  તે જરૂરી છે.
રિપોર્ટર: ભરત શાહ, રાજપીપળા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY