ગૂગલ જેવી કંપનીઓ નથી ઇચ્છતી કે આધાર સફળ થાયઃ યૂઆઈડીએઆઈ

0
25

ન્યુ દિલ્હી,
તા.૧૮/૪/૨૦૧૮

યૂઈઆઈડીએઆઈએ સુપ્રિમ કોર્ટમાં જણાવ્યું

UIDAIએ સુપ્રીમ કોર્ટ સામે આધાર કેસની સુનાવણી દરમિયાન એક ચોકાવનારું નિવેદન આપ્યું છે. આધાર કાર્ડ સંરક્ષક UIDAIએ કહ્યું કે ગૂગલ અને સ્માર્ટ કાર્ડ આધારને સફળ થવા દેવા નથી માંગતી કારણકે UID ઓળખ પ્રમાણિત કરવા માટે એક સરળ ઉપાયના રૂપમાં ઉભરી રહ્યું છે, જે બાદ તે વ્યવસાયથી બહાર થશે. કોર્ટે આ વાતની આશંકા જતી છે કે આધાર માટે લેવામાં આવેલી જાણકારીઓ સુરક્ષિત છે કે નથી. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ તરફથી વરિષ્ઠ અધિવક્તા રાકેશ દ્રિવેદીએ મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષાતા વાળી સંવિધાન બેંચને જણાવ્યું કે યુરોપ આધારિત એક કોમર્શિયલ વેન્ચર તરફથી એવું અભિયાન ચલાવવામાં આવ્યું છે કે આધારને સ્માર્ટ કાર્ડની જેમ ઉપયોગ કરવામાં આવે.

તેમણે જણાવ્યું કે, ‘જા આધાર સફળ થાય છે તો સ્માર્ટ કાર્ડ આ વ્યવસાયથી બહાર થઇ જશે. ગૂગલ અને સ્માર્ટ કાર્ડ લોબી નથી ઇચ્છતા કે આધારને સફળ કરવામાં આવે અને આ જ કારણ છે કે તેમની તરફથી આધાર પર આરોપ લગાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની આગેવાની વાળી પાંચ જજાની સંવેધાનીક બેંચમાં હાજર રહેલા જસ્ટીસ ડિવાઈ ચંદ્રચૂરે કહ્યું કે મુખ્ય આશંકા એ છે કે આધાર માટે જે ડેટા લેવામાં આવ્યો છે તે ડેટાથી ચૂંટણી પરિણામ પ્રભાવિત થઇ શકે છે.

સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે આધાર ડેટા લીક હોવાના કારણે ચૂંટણી પરિણામને અસર થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું કે આધાર માટે લેવામાં આવેલા ડેટા સુરક્ષિત છે, આ કહેવું મુશ્કેલ છે કેમકે દેશમાં ડેટા સુરક્ષા ને લઈને કોઈ કાનૂન હાજર નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY