વડોદરા,
તા.૧૮/૪/૨૦૧૮
બિલ્ડરો પાસેથી લેવાના નિકળતા ૫ કરોડ રૂપિયા ન મળતા વડોદરાના કોન્ટ્રાક્ટરે પત્ની સાથે આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. જેમાં પતિનું મોત નિપજ્યુ છે. જ્યારે પત્ની હાલ ગંભીર હાલતમાં છે. કોન્ટ્રાક્ટરે આ પગલુ ભરતા પહેલા અલવિદા નામનું વોટ્સએપ ગૃપ બનાવ્યુ હતુ. જેમાં કોન્ટ્રાક્ટરે બિલ્ડરો અને કંપનીના વિશ્વાસુ કર્મચારીઓને એડ કર્યા હતા. આ ગૃપમાં કોન્ટ્રાક્ટરે લખ્યુ હતુ કે, હું મારી ધર્મ પત્ની સાથે સ્યુસાઇટ કરી રહ્યો છું. કોઇ કારણસર કોઇનું દિલ દુખાવ્યુ હોય તો માફ કરશો.
વડોદરા શહેરના ગોરવા લક્ષ્મીપુરા રોડના શીવાલય બંગલોઝમાં રહેતા ૪૦ વર્ષીય કોન્ટાક્ટર અલ્પેશકુમાર વિનુભાઇ ઠક્કર પત્ની હિનાબેન સાથે ઘરેથી નિકળ્યા હતા. અને સમલાયા રોડ પર પહોંચ્યા હતા અને ત્યાં આવેલા મેલડી માતાના મંદિરની નજીક કાર પાર્ક કરીને બન્નેએ ઝેર પી લીધુ હતું. ઝેરી પીધા બાદ અલ્પેશે સાળા હિમાંશુને ફોન કરીને પત્ની સાથે ઝેર પી લીધુ હોવાની જાણ કરી હતી. જેથી હિમાંશુ તેના સંબંધીઓ સાથે ત્યાં પહોંચ્યા હતા. આ સમયે અલ્પેશ અને હિના બન્ને ભાનમાં હતા અને બિલ્ડરો ૫ કરોડ જેટલી રકમ ન આપતા ટેન્શનમાં આવીને આ પગલુ ભર્યુ હોવાની વાત કરી હતી. અલ્પેશ અને હિનાને વડોદરાની ખાનગી હોસ્પટલમાં દાખલ કરાયા હતા જ્યાં અલ્પેશનું મોત નિપજ્યુ હતું જ્યારે હિનાની હાલત ગંભીર છે. દંપતિને સંતાનોમાં ૧૦ વર્ષની પુત્રી તનિશા અને ૭ વર્ષનો પુત્ર દેવાંશ છે. દંપતિના આ પગલાથી સંતાનોએ પિતાનું છત્ર ગુમાવી દીધુ છે.
અલ્પેશ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. આ ધંધામાં તેમને તડકાછાયડાં બંન્ને જાયા હતા. રૂપિયાના લીધે પોતાની આબરૃના બગડે અને દરેકને પૈસા ચુકવવા માટે તે સક્રિય હતો. તેને વિતેલા ૧૦ વર્ષના ગાળામાં પૈસા વ્યાજે લીધા હતા. જેનુ ૧૦ વર્ષના સમયગાળા દરમિયાન રૃ ૩ કરડોનું વ્યાજ ચુકવ્યુ હોવાનુ તેના મોટાભાઇ નિલેશભાઇએ જણાવ્યું હતુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





