કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે : રાહુલના મતને ટેકો

0
44

નવી દિલ્હી,તા. ૧૬
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા મુસ્લમ બુદ્ધિજીવીઓની વચ્ચે કોંગ્રેસ પાર્ટીને મુસ્લમોની પાર્ટી દર્શાવવાને લઈને વિવાદ હજુ શાંત થઈ રહ્યો નથી. કોંગ્રેસે ભલે ઉર્દુ અખબારના અહેવાલને ફગાવી દીધો છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધીએ કોંગ્રેસને મુસ્લમોની પાર્ટી તરીકે ગણાવી હતી પરંતુ હવે એજ અખબારમાં કોંગ્રેસના લઘુમતી મોરચાના પ્રમુખ નદીમ જાવેદના ઈન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીએ કોંગ્રેસને મુસ્લમોની પાર્ટી ગણાવી હતી. બીજી બાજુ ભાજપે પણ આ તકને હાથમાંથી નહીં જવા દેવાની આગાહી કરી લીધી છે.
ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે આજે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે કોંગ્રેસના આરોપોને ફગાવી દેવાની બાબત તેના પાખંડને રજુ કરે છે. જાવડેકરે કહ્યું હતું કે કોંગ્રેસ એક ઘોર સાંપ્રદાયિક પાર્ટી છે. ભાજપ નેતાએ કોંગ્રેસની નેતા શશી થરૂર ઉપર પણ પ્રહારો કર્યા હતા. થરૂરે હાલમાં જ હિન્દુ પાકિસ્તાનની વાત કરી હતી. ભાજપ નેતાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે કેરળમાં કોંગ્રેસે રામાયણના સંદર્ભમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું પરંતુ આ કાર્યક્રમને છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યો હતો.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY