મદ્રાસ,તા.૧૨
સ્કૂલ અને કોલેજના શિક્ષકો જા સ્કૂલના ટાઇમિંગ પછી ટયૂશન ભણાવે છે તો તે સંપૂર્ણ રીતે અયોગ્ય છે. જ્યારે હવે મદ્રાસ બાઇકોર્ટે આ અંગે કહ્યુ કે, સ્કૂલના શિક્ષકો બાળકોને ટ્યૂશન ન આપે. કોર્ટે કહ્યુ કે સ્કૂલના ટાઇમિંગ પછી આ પ્રકારનું કોઇ પણ કાર્ય યોગ્ય નથી.
મદ્રાસ હાઇકોર્ટે એક આદેશમાં જણાવ્યું કે, સ્કૂલ અને કોલેજના શિક્ષકો જા કોઇ વેપાર કરે છે અથવા ટયૂશન ભણાવે છે તો તે સંપૂર્ણ રીતે અયોગ્ય છે. કોર્ટે કહ્યુ કે સ્કૂલના ટાઇમિંગ પછી આ પ્રકારનું કોઇ પણ કાર્ય યોગ્ય નથી. આ તમામ બાબતોને જાતાં રાજ્ય સરકારને આદેશ અપાયા છે કે, તેઓ એક હેલ્પલાઇન તૈયાર કરવાની સાથે સ્કૂલોમાં તેને ડિસ્પ્લે પણ કરે.
ઉપલબ્ધ કરાયેલી હેલ્પલાઇન દ્વારા માતા-પિતા અને બાળકો આવા કિસ્સાઓ અને જાતીય શોષણ જેવા મુદ્દાઓ પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. કોર્ટે કહ્યુ કે એક વાર ફરિયાદ નોંધાયાના ર૪ કલાકની અંદર રાજ્ય સરકારે કાર્યવાહી કરવી પડશે.
એક કોર્પોરેશન સ્કૂલના પ્રિન્સિપાલ આર.રંગનાથન તરફથી દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતાં જસ્ટીસ એસ.એન. સુબ્રમણ્યમે આ આદેશ જારી કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આર.રંગનાથને વર્તમાન સ્કૂલથી બે કિલોમીટરના અંતર પર આવેલી સ્કૂલમાં પોતાની બદલીને પડકારતાં આ અરજી દાખલ કરી હતી.
સરકારી સ્કૂલોમાં શિક્ષકોની અનુશાસનહિનતાને જાતાં જજે કહ્યુ કે, સમાજ પ્રત્યે શિક્ષકો જવાબદારી વધુ છે. એ વાતને અનુભવ્યા વગર શિક્ષક આ પ્રકારની બિનજરૂરી અરજીઓ દાખલ કરે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



