તા.૧૦’મી માર્ચે રવિવારે મતદાન યોજાશે
સુરત, તા.૧૪
રાજય ચૂંટણી આયોગની કચેરી દ્વારા રાજયભરની ચાર નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી તા.૧૧/૦૨/૨૦૧૯ના રોજ જાહેર કરવામાં આવી છે. જેમાં સુરત જિલ્લામાં સમાવિષ્ટ બારડોલી નગરપાલિકાના વોર્ડ નં.૧ની પેટા ચૂંટણી-૨૦૧૯ નો માર્ચ મહિનામાં યોજાનાર છે.
(૧) નગરપાલિકાની ખાલી પડેલ બેઠકની પેટા ચુંટણી હેઠળના વિસ્તારમાં તા.૧૧/૨/૨૦૧૯ના રોજ ચૂંટણીઓની જાહેરાત થતા આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવે છે.
(૨) ચૂંટણીમાં ઉમેદવારે ઉમેદવારીપત્ર સાથે પોતાનો ગુન્હાહિત ઈતિહાસ, શૈક્ષણિત લાયકાત, મિલ્કત અને દેવા બાબતનું સોગદનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરવાનું રહેશે.
(૩) ચૂંટણીમાં મતદાન સમયે, મતદારે ભારતના ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર રજુ કરવાનું રહેશે. પરંતુ વ્યાજબી કારણોસર માન્યતા પ્રાપ્ત ફોટાવાળા દસ્તાવેજો પૈકી એક દસ્તાવેજ રજુ કરી શકશે.
(૪) મતદાનનો સમય સવારે ૮.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યા સુધીનો રહેશે. પેટા ચૂંટણી વીજાણુ મતદાન યંત્રો દ્વારા કરવામાં આવશે. મતદારો માટે નોટાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે અધિકારી/કમર્ચારીઓની બદલી તેમજ રજા પર પ્રતિબંધ રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



