સુરતમાં મહાવીર જન્મ જયંતી પ્રસંગે ઠેર-ઠેર શોભાયાત્રા નીકળી

0
8

શોભાયાત્રા સાથે લાડુના પ્રસાદનું વિતરણ કરાયું
સુરત, તા.૧૭
ભગવાન મહાવીર જન્મ જયંતી નિમિત્તે શહેરના વિવિદ વિસ્તારોમાં આજે સવારથી ભવ્ય શોભાયાત્રાઓ નીકળી હતી. મોટી સંખ્યામાં જૈન સ્ત્રી, પુરૂષ મહિલાઓ હાજર રહી ભગવાન મહાવીર અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા ભગવાનના જન્મદિવસ નિમિત્તે લાડુના પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. શહેરમાં શાંતિપૂર્વક અને દબદબાભેર ભગવાન મહાવીર જયંતીની ઉજવણી થઈ હતી.
સુરત નવાપરા કડવા રોડ પર આવેલા ગુજરાતી દિગંબર જૈન મંદિર આજે સવારે ૯ કલાકે પાલખીમાં ભગવાનશ્રીને બીરાજમાન કરી એક શોભાયાત્રા પાલકી સાથે શહેરના રાજમાર્ગ ઉપર ફરી હતી. નવાપરા, વાડી ફળીયા, ખપાટીયા ચકલા, બાલાજી રોડ, ભાગળ, હરીપરા થઈ ગુજરાતીના જૈન મંદિરે વિસર્જન થયું હતું. ત્યાં ભગવાન શ્રીનો પંચામૃત અભિષેક, પૂજા અર્ચના થઈ હતી. શોભાયાત્રામાં જૈન, સ્ત્રી, પુરૂષ બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ત્રિશલાનંદન વીરકી જય બોલો મહાવીર કી, ભગવાન મહાવીરનો દિવ્ય સંદેશ જીઅો અૌર જીને દો. શોભાયાત્રામાં ધર્મની ધજા, બેન્ડ વાજા સામેલ થયા હતા. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત શોભાયાત્રા દરમ્યાન આપવામાં આવ્યો હતો. આજરીતે શહેરમાં નાનપુરા, પાર્લેપોઈન્ટ, ભટાર રોડ, વેસુ, રાંદેર રોડ, મોડલ ટાઉન, કતારગામ, ઉધના સહિત વિવિધ મંદિરોમાં પૂજા અર્ચના થઈ હતી. આજ રીતે ભગવાન મહાવીરના જન્મ દિવસ નિમિત્તે મહાવીર જયંતીની ઉત્સાહ દબદબાભેર શહેરમાં ઉજવણી થઈ હતી. આજ રીતે જૈનોના ચાર ફિરકા દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી અને તેરાપંથી મૂર્તિપૂજક વિવિધ ગચ્છોના વાડાઓ દ્વારા મહાવીર જયંતીની ઉજવણી થઈ હતી. શોભાયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY