ક્રિકેટ સટ્ટાનો પર્દાફાસ કરી આરોપીને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

0
20

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શન આધારે હાલમાં ક્રિકેટ આઈપીએલ-૨૦૧૯ ની ટી-20 સીરીઝ ચાલુ હોય અને તેના ઉપર કેટલાક જુગારીયા મેચની હારજીત, રન, ફોર-સિક્સ, વિકેટ વિગેરે પર ઓનલાઇન જુગાર રમતા હોય તેવી બાતમી હે.કો.ધર્મેદ્રભાઇ જુલાલભાઇ નાઓને આધારભુત રીતે મળેલ કે ભરૂચ અયોધ્યા નગર સોસાયટી મકાન નંબર-૨૨૩૮ માં ભાડાના મકાન માં રહેતા પ્રતિકભાઇ જયકુમાર રાણા નાઓ હાલમાં કીંગ ઇલેવન પંજાબ સામે રાજસ્થાન રોયલ સાથે ક્રિકેટ ટી-૨૦ મેચ જેનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ-૨ હિન્દી ચેનલ ઉપર લાઇવ ચાલુ હોય ટી.વી., લેપટોપ તથા મોબાઇલ ફોનો રાખી ઇન્ટરનેટના માધ્યમથી ક્રિકેટ સટ્ટો રમે છે,જે બાતમી હકિકત આધારે એસ.ઓ.જી. પો.ઇન્સ.પી.એન.પટેલ તથા એસ.ઓ.જી. ટીમ દ્વારા રેઇડ કરતા પ્રતિકભાઇ જયકુમાર રાણા રહે.ભરૂચ અયોધ્યા નગર સોસાયટી મકાન નંબર-૨૨૩૮ નાઓ કિકેટ સટ્ટાના સાધન-સામગ્રી મોબાઇલ, લેપટોપ,કેલક્યુલેટર, ટી.વી. વિગેરે કુલ કી.રૂ.3૭,૮૦૦/- ના ક્રિકેટ સટ્ટો રમવાના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. જે અંગેની તપાસ એસ.ઓ.જી.શાખા ભરૂચ નાઓ ચલાવી રહેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY