લીંબાયતમાં ક્રિકેટ રમવા અંગે મારામારીમાં સળીયાથી હુમલો

0
14

આધેડને સળીયા મારી દેવાતા પોલીસ ફરિયાદ
સુરત, તા.૧૭
લીંબાયત શાહપુરા ખાતે એક મજુર પર ક્રિકેટ રમવાની બાબતમાં ઝઘડો કરી લોખંડના સળીયા વડે હુમલો કરી ઈમરાન નામનો ઈસમ ફરાર થઈ ગયો હોવાનો બનાવ લીંબાયત પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લીંબાયત શાહપુરા ખાતે મુસ્લિમભાઈ અંસારી રહે છે. તેઓ છુટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ સાંજના સુમારે લીંબાયત શાહપુર ખાતે ક્રિકેટ રમવાનું ના કહેતા મુસ્લિમભાઈ ઉ.વ.૬૨ પર લોખંડના સળીયા વડે હુમલો કરી માથા તેમજ કપાળના ભાગે ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમણે લીંબાયત પોલીસ મથકમાં ઈમરાન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY