ભરૂચનાં હર્ક્યુલસ જીમ ખાતે એમ.એફ.ડી.એફ.દ્વારા આયોજિત મીસ્ટર,મીસીસ એન્ડ મિસ ઇન્ડીયા કોમ્પીટીશનનું ઓડીશન કરવામાં આવશે
ભરૂચ;
એમ.એફ.ડી.એફ. બ્રાંડ દ્વારા મીસ્ટર,મીસીસ એન્ડ મિસ ઇન્ડીયા અને ઇન્ડિયા ડાન્સિંગ સ્ટાર કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઓડીશન રવિવારના રોજ સાંજના ૪ થી ૮ દરમ્યાન ભરૂચનાં શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ હર્ક્યુલસ જીમ ખાતે કરવામાં આવશે.

આ કોમ્પીટીશનના આયોજક સોની જયસ્વાલ અને અભિષેક જોશી દ્વારા આ અંગેં વધુ માહિતી આપવામાં આવી હતી કે ભારત ના કેટલાય એવા યુવાનો અને યુવતીઓ છે કે જેવોમાં ખુબજ ટેલેન્ટ હોવા છતાં આવા ઓડિશનમાં જઈ નથી શકતા કારણ કે એની ફી એટલી બધી હોય છેકે તેવો તે ભરી નથી શકતા અને એટલે તેમનું ટેલેન્ટ બહાર નથી આવી શકતું એટલે એમ.એફ.ડી.એફ દ્રારા લોકોમાં છુપાયેલ ટેલેન્ટને બહાર લાવવા આખા ભારતમાં ઓડિશન લેવામાં આવનાર છે.અને સિલેક્ટ થાય પછી પણ સૌથી ઓછી ફી લઈને યુવાનોને આગળ લાવવામાં મદદ રૂપ થશે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






