અભિનેતા શાહિદની પત્ની મીરા રાજપૂત ફરી ગર્ભવતી

0
130

મુંબઈ,
થોડા દિવસ એવી ચર્ચાઓ હતી કે ફિલ્મ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ફરી ગર્ભવતી છે. જો કે તે સમયે તેની અધિકૃત રીતે પુષ્ટિ થઈ ન હતી. કારણ કે શાહિદ કપૂર અને મીરાએ ચૂપ્પી સાધી હતી. શાહિદ અને મીરાના ચાહકો પણ સતત પૂછી રહ્યાં હતાં કે જો આ વાત સાચી છે તો તેઓ તેનો કોઈ ખુલાસો કેમ કરતા નથી. હવે આ મામલે શાહિદ કપૂરે ચૂપ્પી તોડી છે. સોશિયલ મીડિયા પર કરાયેલી શાહિદની એક પોસ્ટથી મીરા ગર્ભવતી હોવાના અહેવાલ પર મહોર લાગી હોય તેવું લાગે છે. વાત જાણે એમ છે કે શાહિદે પુત્રી મીશાની એક તસવીર શેર કરી છે જેમાં લખ્યું છે કે બિગ સિસ્ટર હવે તેનો અર્થ સ્પષ્ટ છે કે શાહિદ કપૂર પોતાની આ પોસ્ટ દ્વારા ફેન્સને શું જાણકારી આપવા માંગતો હતો. અત્રે જણાવવાનું કે વર્ષ ૨૦૧૭માં મીરા રાજપૂતે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તે જીવનમાં જરૂર કોઈ કામ કરવા માંગે છે પરંતુ તે પહેલા ફરીથી એકવાર માતા બનવાનું સુખ ભોગવવા માંગે છે. મીરાએ જણાવ્યું હતું કે હું જરૂર કઈંક કામ કરવા ઈચ્છીશ. ખાસ કરીને મને જ્યાં કોઈ ક્રિએટીવ કામ કરવાની તક મળે. સાથે સાથે હું મારા પરિવારને પણ ખુબ સમય આપવા માંગુ છું.
આભાર – નિહારીકા રવિયા

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY