અમેરિકાના H1-B વિઝા નિયમોમાં ફેરફાર ભારત પર અસર નહીં કરી શકે

0
14

ન્યુ દિલ્હી,
તા.૨૧/૪/૨૦૧૮

H1-B પ્રોગ્રામમાં મહત્વના ફેરફાર કરતું બિલ અમેરિકાની સંસદમાં રજૂ કરી દેવાયું છે. આ વિઝા અંતર્ગત ભારત જેવા દેશોમાંથી મોટા પાયે યુવાઓ અમેરિકામાં નોકરી મેળવે છે. રિપબ્લકન સાંસદ ડેરેલ ઈસા અને સ્કોટ પીટર્સ નામના બે સાંસદોએ ‘પ્રોટેક્ટ એન્ડ ગ્રો અમેરિકન જાબ્સ એક્ટ’ નામથી આ બિલ રજૂ કર્યું છે.

આ બંને સાંસદ કેલિફોર્નિયાના છે. આ બિલ મુજબ H1-B અંતર્ગત ઓછામાં ઓછો વાર્ષિક પગાર એક લાખ ડોલરનો કરાશે અને માસ્ટર્સ ડિગ્રીવાળાને જે મુક્ત મળેલી છે તે રદ કરી દેવાશે. આ બન્ને સાંસદોના મતે આ વિઝાનો દુરુપયોગ થાય છે તે નવી જાગવાઈથી અટકશે. ડિઝની, સોકેલ એડિસન અને અન્ય કંપનીઓએ આ વિઝાનો દુરુપયોગ કરીને વિદેશી પ્રોફેશનલ્સની જગ્યાએ અમેરિકન પ્રોફેશનલ્સને નોકરી આપવાના અહેવાલ વચ્ચે આ બિલ રજૂ કરાયું છે.

સાંસદ ઈસાએ કહ્યું કે, અમેરિકાને ફરી વિશ્વમાં અગ્રેસર બનાવવા માટે વિશ્વના શ્રેષ્ઠ અને સૌથી હોશિયાર લોકોની જરૂર પડશે. પરંતુ તે સાથે જ આ માટેના જે પ્રોગ્રામ્સ છે તેનો દુરુપયોગ ન થાય તે પણ આપણે જાવું પડશે. કંપનીઓ અમેરિકનોને નોકરી આપવાને બદલે વિદેશમાંથી સસ્તા પ્રોફેશનલ્સ મેળવીને દુરુપયોગ ન કરે તે પણ જાવું પડશે. આજે અમે જે બિલ રજૂ કરી રહ્યા છીએ તેમાં આ બન્ને હેતુ પાર પડશે. તેમાં આપણી કંપનીઓ શ્રેષ્ઠ સ્કીલ ધરાવતા દેશો પસંદ કરીને ત્યાંથી તેમને લાવશે.

પીટરે જણાવ્યું હતું કે, એચ-૧બી પ્રોગ્રામ અંતર્ગત પગાર વધારીને સ્થાનિક સરેરાશ અમેરિકન પગાર જેટલો કરવા પાછળનો હેતુ એ છે કે ખરેખર જે કંપનીઓને જરૂરિયાત છે તે જ તેનો ઉપયોગ કરે અને તેનો દુરુપયોગ ન થાય. એચ-૧બી વિઝા સિસ્ટમનો દુરુપયોગ રોકવાથી અમેરિકનોની નોકરી પણ બચશે અને કંપનીઓને ખરેખર જેવા કુશળ પ્રોફેશનલ્સની જરૂર છે તેવા તેમને મળી પણ રહે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY