મહારાષ્ટનાં જળાશયોમાં ૩૫ ટકા પાણી,૧૫ જુલાઇ સુધી ચાલશે

0
76

મુંબઈ,
તા.૨૧/૪/૨૦૧૮

મહારાષ્ટના જળાશયોમાં હાલમાં ૩૫ ટકા પાણી છે અને પાણીનો જથ્થો ૧૫ જુલાઇ સુધી ચાલશે, એમ રાજ્યના સિંચાઇ ખાતાના પ્રધાન ગિરીશ મહાજને જણાવ્યું હતું. ૨૦૧૬માં રાજ્યમાં સરેરાશના ૮૨ ટકા અને ૨૦૧૭માં સરેરાશના ૭૫ ટકા વરસાદ થયો હતો. ગયા વર્ષે ઓછો વરસાદ થવા છતાં પણ રાજ્યના જળાશયોમાં ૩૫.૭૬ ટકા પાણી છે જે ૧૫ જુલાઇ સુધી ચાલશે. ૨૦૧૭માં જળાશયોમાં આ સમયે ૨૯.૩૦ ટકા પાણીનો સ્ટોક હતો. રાજ્ય સરકારની પાણીની જાળવણીની યોજનાઓને કારણે જળાશયોમાં પાણીનું લેવલ સંતોષકારક હોવાની મહાજને માહિતી આપી હતી.

જળયુક્ત શિવાર યોજના અને કોલ્હાપુર ટાઇપ બ્રિજ-કમ- બેરેજ ડેમ (આડ બંધ)ના સારા પરિણામ મળ્યા છે. રાજ્યના કુલ ૧૨૦૦ આડ બંધમાંથી ૯૫૦માં પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જળયુક્ત શિવાર એ રાજ્ય સરકારની યોજના છે જેમાં ઝરણાં અને નાળાઓને ઊંડા કરવામાં આવે છે, સિમેન્ટ અને માટીના બંધ બનાવવામાં આવે છે અને ખેતરમાં નાના તળાવ ખોદવામાં આવે છે.

મરાઠવાડામાં હાલમાં ૩૨.૯૭ ટકા પાણીનો સંગ્રહ છે, પુણેમાં ૪૨.૫૫ ટકા પાણીનો સંગ્રહ છે અને અહમદનગરમાં ૩૭.૪૫ ટકા પાણીનો સંગ્રહ છે. નાગપુરમાં ૧૮ ટકા અને કોંકણમાં ૫૨.૨૧ ટકા તથા અમરાવતીમાં ૧૯.૭૧ ટકા પાણીનો જથ્થો છે, એમ મહાજને માહિતી આપતા જણાવ્યું હતું. ગયા વર્ષે રાજ્ય સરકાર ૪૦ લાખ હેક્ટર જમીન સિંચાઇ હેઠળ લાવી હતી અને આ વર્ષે પણ ૪૦ લાખ હેક્ટર જમીનને સિંચાઇ હેઠળ લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY