દેશમાં વાયદા પૂર્ણ કરવામાં ભાજપ નિષફ્ળ : પ્રકાશરાજ

0
7

બેંગલુરુ,
તા.૨૨/૪/૨૦૧૮

ફિલ્મ અભિનેતા પ્રકાશરાજએ કહ્યું છે કે ભાજપ કર્ણાટકમાં સરકાર નહીં બનાવી શકે રાજયને ભાજપ મુક્ત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય મંત્રી અનંત હેગડે, ધારાસભ્ય સંજય પાટીલ અને શોભાએ હાલમાં આપેલા નિવેદન પરથી લાગે છે કે ભાજપ સત્તા માટે ગમે તેમ કરી શકે છે. ભાજપ દેશમાં વાયદા પૂર્ણ કરવાના નિષ્ફળ નીવડ્યું છે અને અશાંતિ ફેલાવી રહી છે.ઉન્નાવ અને કઠુઆની ઘટના વિશ્વમાં ભારતના અપમાન સમાન છે. આ પ્રકારની ઘટનાઓથી વિદેશી પર્યટકોને ભારત આવતા ડર લાગે છે.

તેમણે કહ્યું કે માત્ર ન્યાયાલયના આદેશ પર ધારાસભ્યની ધરપકડ થાય છે. એનો મતબલ કે ભાજપના જનપ્રતિનિધિ કશું પણ કરે સરકાર તેમની રક્ષા માટે છે. આ પ્રકારની ઘટનાઓથી દેશને ખોટો સંદેશ જાય છે. તેમણે કહ્યું કે હું કોઈ પાર્ટીનું સમર્થન નહીં કરે.

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર કાવેરી નદીનો વિવાદ મુદ્દે પણ નાટક કરે છે. તેવા સમયે બેસીને કાવેરીનો વિવાદ હળ કરવાની જરૂર છે. આ ઉપરાંત આ મામલે રજનીકાંત અને કમલહાસને ધરણા કરવાની જરૂર ન હતી. આ ઉપરાંત પ્રકાશ રાજે ભાજપના રાષ્ટીય અધ્યક્ષ અમિત શાહ અને પીએમ મોદીને તેમની સરકારની ઉપલબ્ધી ગણાવવાને બદલે જનતાને વાસ્તવિકતા જણાવવાની જરૂર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY