કાબુલમાં આત્મઘાતી હુમલોઃ ૩૧નાં મોત, ૫૦ ઘાયલ

0
65

કાબુલ,
તા.૨૨/૪/૨૦૧૮

છેલ્લા એક અઠવાડિયામાં બીજીવાર આત્મઘાતી હુમલો

સવારે ૧૦ વાગ્યે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના દશ્ત-એ-બર્કી વિસ્તારમાં આતંકવાદીઓએ એકવાર ફરીથી આત્મઘાતી હુમલાને અંજામ આપ્યો છે. જેમાં હુમલામાં ૩૧ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૫૦ લોકોને ઇજા થવા પામી છે.

આત્મઘાતી બામ્બ વિસ્ફોટ ઇલેક્શન કમિશનના વોટર આઇડી વિતરણ કેન્દ્ર પાસે થયો છે. કાબુલના પોલીસ વડા મોહમ્મદ દાઉદ આમીને જણાવ્યું કે આઈડી ડિસ્ટ્રબ્યુશન સેન્ટર આૅફિસના દરવાજા પાસે એક આત્મઘાતી હુમલાખોરે પોતાને જ બામ્બ સાથે ઉડાડી દીધો. આ હુમલામાં કોઇ સંગઠને જવાબદારી લીધી નથી. આ હુમલા પાછળ તાલિબાની આતંકવાદીઓનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પહેલા ગત અઠવાડિયે કેટલાય વોટર રજિસ્ટ્રેશન સેન્ટર્સ પર આતંકવાદીઓએ બામ્બ વિસ્ફોટની ઘટનાઓને અંજામ આપ્યું હતું. ગત ગુરુવારે અજાણ્યા હથિયારબંધ હુમલાખોરોએ ઘોર વિસ્તારના વોટર રજિસ્ટ્રેશન સેન્ટર પર હુમલો કરી દીધો હતો અને બે અધિકારીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ હુમલા પાછળ તાલિબાનનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી.

કેન્દ્ર પર લોકોના રાષ્ટીય ઓળખપત્રની નોંધણી પણ કરવામાં આવતી હતી. મતદાન કેન્દ્રને નિશાનો બનાવી હુમલો થયો હોય તેવી આ ઘટના શહેરના પશ્ચિમમાં શિયા આબાદીવાળા ક્ષેત્રમાં બની છે. અફઘાનમાં લાંબા સમયથી અટકેલી કાયદાકીય ચૂંટણી માટે ૧૪ એપ્રિલથી નોંધણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ચુંટણી અધિકારીઓએ જણાવ્યું છે કે ચુંટણી દરમિયાન સુરક્ષા ચિંતાનો વિષય છે. આ હુમલાની અત્યાર સુધી કોઇ સંગઠને જવાબદારી લીધી નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY