કારણ વગર૩ યુવાનોને પોલીસ દ્વારા ઢોરમાર મરાતા લોકોમાં ભારે રોષ

0
341

વલસાડ,
તા.૨૨/૪/૨૦૧૮

વલસાડમાં પોલીસે પોતાની ખાખીનો રોફ બતાવીને ૩ યુવાનોને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જેને લઈને ગામ લોકોમાં ભારે રોષ જાવા મળ્યો હતો. અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

ઘટનાની વિગત અનુસાર વલસાડના ડુંગરી પોલીસ સ્ટેશનમાં મોડી રાતે સ્થાનિક લોકોએ હંગામો કર્યો હતો. ડુંગરી ગામના ત્રણ યુવાનોને ડુંગરી પોલીસ દ્વારા પૂછપરછના બહાને અટકાયત કરી હતી. જાકે કયા કારણોસર અટકાયત કરવામાં આવી હતી તેવું યુવાનોએ પૂછતા પોલીસે ખાખીનો રોફ બતાવ્યો હતો. અને યુવાનોને ઢોર માર માર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ ગામ લોકોને થતાં પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. અને પોલીસ દ્વારા પકડવામાં આવેલા યુવકોને છોડી મુકવાની માંગ કરી હતી.

જા કે પોલીસે લોકોનું કંઈ પણ સાંભળ્યું ન હતું, જેથી મોટી રાત્રે લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. અને ક્્યા ગુનામાં ધરપકડ કરવામાં આવી છે તે અંગે સવાલ કર્યો હતો. જેને લઈને વાતાવરણ વધુ તંગ બન્યું હતું. અને સમગ્ર મામલો બિચકાયો હતો. જા કે લોકોના રોષને પારખી જતા પોલીસે ત્રણેય યુવાનોને છોડી દીધા હતા. જેથી સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

યુવાનોનો આક્ષેપ છે કે કોઈ પણ જાતના કારણ વગર જ તેઓને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. જેથી લોકોમાં ભારે રોષ જાવા મળ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY