નીતિ આયોગના સીઈઓ બોલ્યા,પશ્ચિમ-દ.રાજ્યો તેજીથી આગ્ળ વધી રહ્યા છે
ન્યુ દિલ્હી,તા.૨૪
નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે યુપી, બિહાર અને છત્તીસગઢને પછાત રાજ્ય બતાવ્યાં છે. તેમણે કહ્યુ કે ભારતના પશ્ચિમ અને દક્ષિણના રાજ્ય તેજીથી આગળ વધી રહ્યા છે જ્યારે યુપી, બિહાર અને છત્તીસગઢ જેવા રાજ્યોના કારણે ભારત પાછળ રહ્યુ છે.
નીતિ આયોગના સીઇઓએ કહ્યુ કે જામિયા મિલિયા ઇસ્લામિયા યૂનિવર્સિટીમાં અબ્દુલ ગફ્ફાર ખાન મેમોરિયલમાં લેકચર દરમિયાન જણાવી હતી. કાંતે કહ્યુ કે સામાજિક માપદંડોના આધાર પર બિહાર, યુપી, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોના કારણે પાછળ રાખી રહ્યો છે.
જા કે અમે આ રાજ્યોમાં પણ વેપારમાં વધારો કર્યો છે પરંતુ અમે માનવ વિકાસ ઇન્ડેક્સમાં ઘણા પાછળ છીએ. અમે એચડીઆઇમાં ૧૮૮માંથી ૧૩૧ પર છે. બદલાતા ભારતના મુદ્દે કાંતે કહ્યુ કે પશ્ચિમ અને દક્ષિણના રાજ્ય ઝડપથી આગળ વધી રહ્યા છે. જા કે અમે જિલ્લા સ્તર પર કાર્યક્રમ કરીને લોકોમાં જાગરૂકતા લાવી રહ્યાં છે.
અમિતાભ પંતે કહ્યુ કે આપણે શિક્ષા અને સ્વાસ્થ્યના મુદ્દા પર ઘણુ કામ કરવાનું બાકી છે. ધોરણ ૫નો વિદ્યાર્થી ૨જા ધોરણના સવાલનો જવાબ આપી શક્તો નથી, તે પોતાની માતૃભાષા જાણતો નથી, આપણે આ બધી વસ્તુઓમાં સુધાર કરવો પડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





