આગમાં પાંચથી વધુ લોકો ઘાયલ
બેઈજિંગ,તા.૨૪
ચીનના ગ્વાંગદોંગ પ્રાંતના કિંગ્યુઆ શહેરમાં આવેલા એક કારાઓકે બારમાં આગ લાગવાના કારણે ૧૮ લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ છે. મીડિયા રિપોટ્ર્સમાં જણાવ્યા પ્રમાણે આ ઘટના સોમવારે મોડી રાતે થઈ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતા તેઓ ટૂંક સમયે જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમણે ઝડપથી આગ ઉપર કંટ્રોલ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસને શંકા છે કે કોઈએ જાણી જાઈને આ આગ લગાડી છે.
કિંગ્યુઆન સુરક્ષા વિભાગે પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાનું મુખ્ય કારણ આગ લાગવાનું જ જાણવા મળ્યું છે. વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફર્મ વીબો પર આ સાથે જાડાયેલી માહિતી શેર કરી છે. જાકે પોલીસ વિભાગે ઘટના સ્થળ કે તપાસ વિશેની કોઈ પણ માહિતી જાહેર કરી નથી.
ચીનમાં સુરક્ષાના નિયમો અને કાયદાઓમાં ઢીલ આપી હોવાના કારણે આગની ઘટનાઓ વધી રહી છે. ૨૦૧૫માં સરકારી કર્મચારીઓની બેદરકારીના કારણે ન‹સગ હોમમાં આગ લાગી હતી. તેમાં ૩૮ લોકોના મોત થયા હતા. આગની ઘટનાઓમાં ૨૧ દોષિતોને જેલની સજા આપવામાં આવી છે.
આ સિવાય ગયા વર્ષે બેઈજિંગમાં આગ લગાવાની બે ઘટનાઓમાં અંદાજે બે ડઝન પ્રવાસીઓના જીવ ગયા હતા. તેમાં એક આગની ર્દુઘટનામાં ૧૯ લોકો સળગીને મૃત્યુ પામ્યા હતા. ત્યારપછી શહેરમાં અધિકારીઓએ અસુરક્ષિત બિલ્ડીંગોની ઓળખ કરીને તેને પાડવાની શરૂ કરી દીધી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





