મોતની સજા માટે ફાંસી સૌથી શ્રેષ્ઠ વિકલ્પઃ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ

0
76

કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું
ન્યુ દિલ્હી,તા.૨૪
સુપ્રીમ કોર્ટે મોતની સજામાં નોંધાયેલ અરજી પર આજે મંગળવારે સુનાવણી કરી. આ દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું કે લીથલ (ઝેરી) ઇન્જેક્શન દ્વારા મોતની સજા ફાંસીની તુલનામાં વધારે ઘાતકી છે. તેટલા માટે મોતની સજા માટે ફાંસી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. જણાવીએ કે સુપ્રીમ કોર્ટમાં ગત સુનાવણીમાં કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે શું સજા-એ-મોતમાં ફાંસી ઉપરાંત કોઇ અન્ય વિકલ્પ પણ હોય શકે છે. જે પછી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું નોંધ્યું હતું.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાના સોગંદનામામાં કહ્યુ કે ફાંસીની સજા, મોતની સજા માટે જલ્દી અને સુરક્ષિત રીત છે. લીથલ ઇન્જેક્શન અને ફાયરીંગથી મોતની સજા આપવી અમાનવીય અને ઘાતકી છે. કેન્દ્ર સરકારે એ પણ કÌšં કે ફાંસીની સજા માત્ર રેરેસ્ટ ઓફ રેરના કેસમાં આપવામાં આવે છે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યુ હતું કે આ મામલામાં ફાંસી ઉપરાંત કોઇ બીજી રીતને શોધવામાં આવે.
સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કÌšં કે ફાંસીની જગ્યાએ મોતની સજા માટે કોઇ બીજા વિકલ્પને અપનાવવામાં આવ્યાં છે. ફાંસીને મોતનો સૌથી દર્દનાક અને ઘાતકી રીત જણાવતાં કÌšં કે ઝેર ઇન્જેક્શન આપવા, ગોળી મારવી, ગેસ ચેમ્બર કે વિજળીના ઝટકા આપવા જેવી સજા આપવાની માગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ફાંસીથી મોત થવામાં ૪૦ મિનિટ લાગે છે. જ્યારે ગોળી મારવાથી અને ઇલેકટ્રિક ચેર પર માત્ર કેટલીક મિનિટોમાં જ મોત થઇ જાય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY