કેનેડાના ટોરેન્ટોમાં ફૂટપાથ પર ચાલતા લોકોને ટ્રકે કચડ્યા ઃ ૧૦ના મોત

0
14

૧૫થી વધુ લોકો ઘાયલ,ડ્રાઈવરે જાણી જાઈને લોકોને બનાવ્યાં નિશાન- સાક્ષી
ટોરેન્ટો,તા.૨૪
ટોરેન્ટોમાં એક શખ્સે ભારે ભીડ ધરાવતા ફુટપાથ પર ટ્રક ચઢાવી દેતાં, ૧૦ પદયાત્રીઓના મોત નિપજ્યાં છે. જ્યારે ૧૫ ઘાયલ થયાં છે. દૂર્ઘટના પછી ટ્રક ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જા કે બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયાં બાદ તેને પોલીસને કહ્યુ કે- મારા માથામાં ગોળી મારી દો. આરોપીની ઓળખ ૨૫ વર્ષના એલેક્સ મિનાસિએન તરીકે થઈ છે. પોલીસને હજુ સુધી આ ઘટનાને કોઈ આતંકી સંગઠન સાથે જાડાયેલી છે કે નહીં તે અંગેની જાણકારી મળી નથી.
ટોરેન્ટના યોગ સ્ટ્રીટ અને ફિંચ એવેન્યૂ એરિયામાં થયેલી દૂર્ઘટનાના સાક્ષીએ જણાવ્યું કે તેને ડ્રાઈવરને રસ્તા પરથી પસાર થતાં લોકોને શિકાર બનાવતાં જાયાં. તે સાક્ષીના જણાવ્યા મુજબ ડ્રાઈવરે આવું જાણી જાઈને જ કર્યું હતું. તે એક પછી એક એમ સતત લોકોને નિશાન બનાવી રહ્યો હતો.
તો વધુ એક સાક્ષીએ જણાવ્યું કે જ્યારે તે ઘટના સ્થળે પહોંચ્યો તો ચારે બાજુ રસ્તા પર લાશ પડી હતી. સાથે જ એક ઘાયલને તેને દર્દથી કણસતો જાયો હતો. શહેર પોલીસના ચીફ માર્ક સોન્ડર્સે જણાવ્યું કે, પોલીસ દૂર્ઘટના કયા કારણસર થઈ તેને જાણવાના પ્રયાસો કરી રહી છે. જા કે આ પાછળ ડ્રાઈવરનો કોઈ ઈરાદો સામે નથી આવ્યો.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ›ડોએ ટિવટર પરથી માર્યા ગયા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ લખ્યું કે, “અમારી સંવેદનાઓ યોંગ અને ફિંચમાં થયેલી આ ભયાનક દૂર્ઘટનામાં માર્યાં ગયેલા લોકોની સાથે છે. તે લોકોનો આભાર જેઓએ ઘટનાસ્થળે તરત મદદ કરી હતી અમે સ્થિતિ પર નજર બનાવી રાખી છે.”

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY