વડોદરા,તા.૧૩
મી-ટુ અભિયાન દ્વારા પોલીસ પણ હવે આ દિશામાં સતર્ક બની છે. જેને ભાગરૂપે વડોદરા શહેર પોલીસે જાહેરનામું બહાર પાડીને આ દિશામાં નવતર અભિગમ અપનાવ્યો છે. વડોદરા પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડીને મહિલા હોસ્ટેલ, શાળા કાલેજ બહાર ઊભા રહેવા ઉપરાંત ૫૦ મીટરના વિસ્તારમાં ઊભા રહેવા પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. છેલ્લા કેટલાક સમયગાળાથી દેશ-વિદેશની જાણીતી મહિલાઓ મી ટૂ દ્વારા પોતાના સાથે થયેલ દુરાચાર અંગેની વાત દુનિયાને જણાવી રહી છે.
આ મી ટૂ દ્વારા ભારતની પણ કેટલીક નામાંકિત મહિલાઓએ પોતાની સાથે થયેલા અત્યાચાર અંગેની વાત કરી હતી. હાલ નવરાત્રિનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવતી હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. આ પ્રકારની ઘટનાઓ પર કાબૂ આવે તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે. ત્યારે વડોદરા પોલીસે મી ટૂ અભિયાનથી પ્રેરણા લઇ એક જાહેરનામું બહાર પાડ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





