જોધપુર,તા.૨૫
આધ્યાત્મિક ગુરુ આસારામને આખરે સગીરા પર બળાત્કાર ગુજારવાના કેસમાં કોર્ટે દોષી ઠેરવ્યા છે. ૬૦ દશકમાં આશારામે લીલાશાહથી આધ્યાત્મિક દીક્ષા લીધા બાદ ૧૯૭૨માં અમદાવાદથી આશરે ૧૦ કિલોમીટર દૂર આવેલા મોટેરા ખાતે પોતાનું પહેલું આશ્રમ સ્થાપ્યું. અહીં જ તેણે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવાની શરૂઆત કરી. તેનું આધ્યાત્મિક કામ ગુજરાતના શહેરોથી દેશના અન્ય રાજ્યોમાં ફેલાયું. તે પછી તેણે વિદેશમાં પણ પોતાનો આધ્યાત્મનો ફેલાવો કર્યો.
જૂન ૨૦૧૬માં આવકવેરા વિભાગે આસારામની ૨૩૦૦ કરોડની અઘોષિત સંપત્તિ જાહેર કરી હતી. આસારામના આશરે ૪૦૦ આશ્રમ દુનિયાભરમાં છે. તેના દ્વારા જ તે ભક્તો પાસેથી પૈસા લેતો હતો. જેમ જેમ આસારામ જાણીતો બન્યો તેણે પોતાની ભક્તિનો વ્યવસાય વિસ્તાર્યો. ભક્તો દ્વારા આપવામાં આવેલા પૈસાથી તે પોતાના બ્રાન્ડની પત્રિકાઓ, પ્રાર્થના પુસ્તકો, સીડી, સાબુ, અગરબત્તી વગેરે વેચવાનુમ શરૂ કર્યું.
આ ઉપરાંત આશ્રમના નામે તેણે અનેક એકર જમીનો પણ હડપ કરી લીધી. જેનાથી તેના સામ્રાજ્યનો વિસ્તાર થતો ગયો. આશ્રમ દ્વારા પ્રકાશિત કરવામાં આવતી બે પત્રિકાઓ ઋષિપ્રસાદ અને લોક કલ્યાણને દર મહિને ૧૪ લાખ કાપીઓ વેચાતી હતી.
કહેવામાં આવે છે કે ભક્તોને આકર્ષવા માટે આસારામ પ્રવચન બાદ પ્રસાદના નામે ભક્તોને નિશુલ્ક ભોજન આપતો હતો. આ રીતે તેણે ભક્તોની સંખ્યા ઝડપથી વધારી લીધી.
આસારામની સત્તાવાર વેબસાઇટ અનુસાર જે દુનિયાભરમાં તેના ચાર કરોડ અનુયાયી છે. ભક્તોની સંખ્યા વધવાની સાથે જ રાજનેતાઓએ પણ આસારામ દ્વારા એક મોટા મતદાર સમૂહને આકર્ષવાનો પ્રયાસ કર્યો.
૧૯૯૦થી લઇને ૨૦૦૦ના દશક સુધી તેના ભક્તોની યાદીમાં ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયી સાથે ભાજપના લાલ કૃષ્ણ અડવામઈ અને નિતિન ગડકરી, નરેન્દ્ર મોદી જેવા દિગ્ગજ નેતાઓ પણ સામેલ હતા. આ ઉપરાંત આ યાદીમાં દિગ્વિજય સિંહ, કમલ નાથ અને મોતીલાલ વોરા જેવા વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓનો પણ સમાવેશ થાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





